વિસનગરમાં રેલવે ટ્રેક પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત કપિરાજની જીવદયા ગ્રુપે સારવાર કરી

મહેસાણા
મહેસાણા

વિસનગર રેલવે ટ્રેક પર એક કપિરાજનો અકસ્માત થતા ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં ઇજાગ્રસ્ત થતા કાંસા ગામના હસતું મુખડું જીવદયા ગ્રુપને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર આવી કપિરાજની પ્રાથમિક સારવાર કરી હતી. જેમાં કપિરાજની પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવારની જરૂર પડતા પાંચોટ ખાતે શિવગંગા એનિમલ ખાતે મોકલવામાં આવ્યો હતો. આમ અબોલ જીવની સારવાર કરી હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.


તાલુકાના કાંસા ગામનું હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેમાં ઉતરાયણ નિમિતે કેમ્પ, અબોલ પશુ પક્ષીઓની સેવા, અકસ્માતમાં ઇજાગ્રસ્ત અબોલ પશુઓની સેવા સહિતની કામગીરી કરવામાં આવે છે. ત્યારે વિસનગરના ગાયત્રીનગર નજીક આવેલ રેલવે ટ્રેક પર એક કપિરાજનો ટ્રેન સાથે અક્સ્માત થયો હતો. જેમાં અકસ્માત થતા ભારે ઇજાઓ પહોંચી હતી. કપિરાજને ઇજા થવાની જાણ હસતું મુખડું જીવદયા ગ્રુપને જાણ કરતા તાત્કાલિક સેવકો ઘટનાસ્થળે પહોંચી કપિરાજની પ્રાથમિક સારવાર કરી હતી. જેમાં કપિરાજને વધુ સારવારની જરૂર પડતા હસતું મુખડું જીવદયા ગ્રુપ દ્વારા પાંચોટ શિવગંગા એનિમલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આમ એક અબોલ પશુનો જીવ બચાવી પ્રશંશનીય કામગીરી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.