અમુઢ ટુંડાવ રોડ પર આવેલ બંસીધર ગ્રુપમાં ઇન્કમટેક્સની રેડ : ફેક્ટરીઓના સંચાલકોમાં ફફડાટ

મહેસાણા
મહેસાણા

કરોડોની ટેક્ષ ચોરી બહાર આવે તેવી શક્યતા: ઉંઝા હાઈવે પર આવેલ મકતુપુર ગામથી ટુંડાવ અમુઢ રોડ પર તમાકુની ફેક્ટરીઓ આવેલી છે. જેમાં અમુઢ ટુંડાવ રોડ પર આવેલ એક ફેકટરીમાં બે દિવસથી ઈન્કમટેકસના અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસ દરમિયાન કરોડોની ટેક્ષ ચોરીનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ, અમુઢ ટુંડાવ રોડ પર આવેલ તમાકુની ફેક્ટરી બંસીધર ગ્રુપમાં છેલ્લા બે દિવસથી કાનપુર ઇન્કમટેક્સ વિભાગે રેડ પાડી તપાસ હાથ ધરી છે. કાનપુર ઈન્કમટેકસના અધિકારીઓ ગાડીઓના કાફલા સાથે ફેક્ટરીને બાનમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આજે બીજા દિવસે પણ તપાસ યથાવત રહેવા પામી છે. માલિકનું નામ કે.કે.મિશ્રા હોવાનું જાણવા મળેલ છે. આઠ ગાડીઓ સાથે ઇન્કમટેક્સના અધિકારીઓએ બે દિવસથી અડીંગા જમાવ્યા છે. અધિકારીઓ આ બાબતે કંઈ પણ કહેવાનું ટાળી રહ્યા છે.

આ તપાસના ધમધમાટથી આજુબાજુના વિસ્તારમાં આવેલ ફેક્ટરીના સંચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તો કેટલાક સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જાણવા મળેલ છે. જોવાનું એ રહેશે કે તપાસમાં શું બહાર આવે છે કે પછી અંદર જ તપાસ પુરી થશે જેવા અનેક સવાલો ટેક્ષ ભરતા વેપારીઓમાં બોલાઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ચ મહિનો એટલે હિસાબોનો મહિનો. માર્ચ મહિનો શરૂ થતાં ઈન્કમટેકસ, સેલટેકસ વિભાગની કામગીરી વેગ પકડે છે. પરંતુ કેટલાક કેસમાં આ વિભાગની કામગીરી સામે પણ ‌સવાલો ઉઠ્યા છે. કથિત ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત યા રાજકીય દબાણ આવતાં ફેક્ટરી યા ગ્રૃપોના માલિકો બાઅદબ છુટી જાય છે તેવું બુદ્ધિજીવી વર્ગમાં બોલાઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.