ઉનાવા માર્કેટ યાર્ડમા બિનસીઝનમા કપાસની ૨૫૦૦ મણની આવક : મણના ભાવ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા

મહેસાણા
મહેસાણા

ગત સપ્તાહે તમાકુની સરેરાશ ૨૦૦૦ બોરીની આવકો: ઉનાવા એપીએમસી કપાસ અને તમાકુના ખરીદ વેચાણ માટે પુરા ગુજરાતમા જાણીતુ છે. જ્યા તમાકુ અને કપાસની જાહેર હરાજી કરવામા આવે છે. અંહી ખેડુતોને ખરૂ તોલ, રોકડુ નાણુ અને પોષણક્ષમ ભાવો મળી રહે છે. ઉનાવા માર્કેટયાર્ડમા બિનસીઝનમા કપાસની ૨૫૦૦ મણની આવક નોધાઈ છે. જેના સરેરાશ મણના ભાવ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા જોવા મળ્યા હતા. જ્યારે સારા માલના રૂપિયા ૧૪૦૦ થી ૧૬૦૦ જોવા મળ્યા હતા. કપાસની આવકો બનાસકાઠા, સાબરકાઠા, મહેસાણા, પાટણ જીલ્લામાથી આવતી હોય છે. ઉનાવા એપીએમસીના સેક્રેટરી જણાવ્યુ હતું કે, ઓફ સીઝનમા કપાસની ૨૫૦૦ મણની આવકો નોધાઈ છે.

ઉનાવા માર્કેટ યાર્ડમા તમાકુની સીઝન પૂર્ણ થવાને આરે છે. ગત સપ્તાહે તમાકુની સરેરાશ આવક ૨૦૦૦ બોરી નોધાઈ છે. તમાકુના સરેરાશ ભાવ રૂપિયા ૨૫૦૦ જોવાયા હતા. જ્યારે ગાળીયુ ૧૬૦૦ થી ૧૬૫૦ રૂપિયા જોવા મળ્યા હતા. તમાકુની સીઝન પૂર્ણ થવાના આરે છે. તમાકુની આવકો મે આખર સુધી જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.