મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે રાવળ યોગી સમાજનો તૃતીય સમુહ લગ્નોત્સવ યોજાયો

મહેસાણા
મહેસાણા

યોગીરાજ પ્રગતિ મંડળ મહેસાણા દ્વારા આયોજીત મહેસાણા તાલુકા રાવળ યોગી સમાજના તૃતીય સમૂહલગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમુહ લગ્ન આજના સમયની માંગ છે. સમુહલગ્નથી સમાજના અનેક પ્રશ્નોનું નિરાકરણ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણી સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખીને વિકાસ કાર્ય કરવાની હાકલ કરી છે જેમાં આપણે સૌ સાથે મળીને આગળ વધવાનું છે. તેમણે ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમા આવે તેવા સરકાર દ્વારા અથાક પ્રયત્નો થઇ રહ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્ર અમૃતકાળમાં પ્રવેશી રહ્યુ છે, ત્યારે પ્રધાનમંત્રી વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી દરેક જરૂરીયાતમંદ નાગરિકોને સરકારની યોજનાઓનો લાભ મળે તે દિશામાં કામ કરી રહ્યા છે. વિકસિત ભારત યાત્રા જોડવાનું કાર્ય કરે છે જેના થકી નાગરિક,સમાજ અને રાષ્ટ્રનો સહિયારો વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તૃતીય સમૂહ લગ્નોત્સવમાં 29 નવ યુગલોને આશિર્વાદ પાઠવી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીનું રાવળ યોગી સમાજ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વે કરશનભાઇ સોલંકી,મુકેશભાઇ પટેલ,સુખાજી ઠાકોર,અગ્રણી સર્વેશ્રી ગીરીશભાઇ રાજગોર,મયંકભાઇ નાયક,નટુજી ઠાકોર,રમેશભાઇ સોલંકી,દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી,અગ્રણી ધીરેનભાઇ ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, રાવળ સમાજના અગ્રણી સર્વે દેવેન્દ્રભાઇ,હરજીભાઇ સહિત સમાજના અગ્રણીઓ,રાવળ સમાજના ભાઇઓ અને બહેનો મોટી સંખ્યમાં ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.