મહેસાણાના વિરસોડામાં જાહેરમાં લોખંડના છરા વેંચતા શખ્સને પોલીસે 15 છરા સાથે ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આર્મ એકટ લગતા કેસો ની તપાસમાં તેમજ તેવા બનેલા ગુન્હા શોધી કાઢવા ની સુચનાને લઈ સાંથલ પોલીસ મથકની ટિમ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલીગ પર હતી.એ દરમિયાન વિરસોડા ગામેથી પોલીસે જાહેર મા છરા નું વેચાણ કરતા એક શખ્સ ને દબોચી લીધો હતો.

સાંથલ પોલીસ મથકના પી.એસ.આઈ એ.કે વાઘેલા થતા સ્ટાફના માણસો પેટ્રોલીગ પર હતા એ દરમિયાન વિરસોડા ગામે બસ સ્ટોપ પાસે આવતા એક ઈસમ ત્યાં જાહેરમાં મોટા છરા બનાવી વેચતો હતો.પોલીસે ઉદેપુરના પાટીયા ગામના 31 વર્ષીય અર્જુન ભાઈ મણીલાલ લવારીયા ને ઝડપયો હતો. ઝડપાયેલા ઈસમ હાલમાં વિરસોડા ગામમાં જ રહી છરા જાહેરમાં વેચતો હતો.તપાસ દરમિયાન તેની પાસેથી નાની મોટી 15 છરા મળી આવ્યા હતા.તેમજ પોલીસે કુલ 3000 ના મુદ્દામાલ સાથે તેને ઝડપી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.