કડીના સુરજ ગામે મંદિરમાં તસ્કર દાન પેટી તોડી રોકડ રકમની ચોરી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના નંદાસણ પાસે આવેલ ઉમા નગરમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગે તરખાટ મચાવી દીધો હતો. જે બાદ કડી તાલુકાના સુરજ ગામે આવેલ સિદ્ઘેશ્વરી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.સુરજ ગામે સિદ્ઘેશ્વરી માતાજીના મંદિરમાં રહેતા પ્રકાશભાઈ સાધુ કે જેઓ મંદિરના અંદર જ રહે છે અને મંદિરની છેલ્લા ઘણા સમયથી સેવા ચાકરી દિવાબત્તી આરતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. સિદ્ઘેશ્વરી માતાજીના મંદિરનો વહીવટ તેમના જ ગામના જગદીશભાઈ પટેલ કરી રહ્યા છે. પ્રકાશભાઈ રવિવારે સાંજે મંદિરમાં માતાજીની આરતી સેવા પૂજા કરીને પોતાના ઘરે પહોંચ્યા હતા. રવિવારે તેઓ રાત્રે બહાર સૂઈ રહ્યા હતા જે દરમિયાન મોડી રાત્રે વરસાદ આવતાં તેઓ ઘરમાં સુવા ગયા હતા અને સોમવારે મંદિરમાં સવારે સેવા ચાકરી અને આરતી કરવા આવતા મંદિરની આગળ લગાવેલ સ્ટીલની દાન પેટી તૂટેલી હાલતમાં હતી અને દાન પેટીમાં રહેલ રોકડ રકમ ગુમ થયાનું માલુમ થતા તેઓએ તેમના જ ગામના જશુભાઈ પટેલને જાણ કરી હતી.


જે બાદ તેઓએ ટ્રસ્ટીઓને જાણ કરતા ટ્રસ્ટીઓ અને ભક્તો આવી પહોંચ્યા હતા અને મંદિરમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા રવિવારે મોડી રાત્રે એક ઇસમ મંદિરની અંદર પ્રવેશ કરીને દાન પેટી તોડી ચોરી કરતો નજરે ચડી રહ્યો હતો. જે બાદ સોમવારે ટ્રસ્ટીઓ અને પૂજારી સીસીટીવી ફૂટેજ લઈને કડી પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી. મંદિરમાંથી દાન પેટી તોડી આશરે 20થી 25 હજારની ચોરી થયાની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.