વિજાપુરના રામનગર (કોટડી) ગામે ચોરી કરનાર કુટુંબી ભત્રીજો જ નીકળ્યો

મહેસાણા
મહેસાણા

વિજાપુર તાલુકાના રામનગર (કોટડી) ગામે ગતરોજ રહેણાંક મકાનમાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો છે. જેમાં મકાનના દરવાજાનું તાળું તોડી 14 લાખના દાગીનાની ચોરી થતા આ બનાવ અંગે વિજાપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવાઈ હતી. જેમાં આ ચોરી ફરિયાદીના કૌટુંબિક ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું છે. જેમાં પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.રામનગર (કોટડી) ગામે રહેતા આનંદીબેન કાંતિભાઈ પટેલ તેમના પતિ કાન્તિભાઈ, ભત્રીજા મિતેષ અને બીજા ભત્રીજાની પત્ની કોકિલાબેન સાથે ચાર જણા તેમની ઇકો ગાડી લઈ તેમની સાથે ઘરને તાળું મારી માણસા ખાતે ગયા હતા. જેમાં આનંદીબહેન ઘરે આવી તપાસ કરતા અંદર મુકેલા 14 લાખના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં વિજાપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરતા આનંદીબહેનના ભત્રીજા મિતેષ અને તેના મિત્ર શની પટેલે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં ડૂપ્લીકેટ ચાવી બનાવી દાગીનાને બેંકમાં મૂકી રોકડ ઉપાડી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ડ્રાઈવરની પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે ચોરીનો ભેદ ઉકેલી બંનેની અટકાયત કરી છે.વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ જણાવ્યું હતું કે, ગત રોજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં 14 લાખની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. એ અનુસંધાને ફરિયાદી આનંદીબેન કાન્તિલાલ પટેલ રામનગર (કોટડી) ગામના વતની છે. જેમને ફરિયાદ આપેલી કે તેમના ઘરમાંથી 14 લાખના દાગીનાની ચોરી થઈ હતી. આ બનાવ અંગે પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર અમારી જુદી જુદી ટીમો કામે લાગી હતી. જેમાં વિજાપુર તાલુકા પી.આઇ તેમજ તેમની ટીમને બાતમી મળેલી કે, આ ઘરફોડ ચોરી કરવામાં જે ફરિયાદી છે તેનો ભત્રીજો અને તેના મિત્રોની સંડોવણી છે. એ સંડોવણી આધારે અમે તપાસ હાથ ધરી હતી. જે ફરિયાદીનો ભત્રીજો શની નવિનચંદ્ર પટેલ અને મિતેષ બિપીનભાઈ પટેલ આ બંને વ્યક્તિઓએ ચોરીનો અંજામ આપ્યો હતો.


બનાવની હકીકત એવી છે કે, ફરિયાદી તથા એમના પતિને બહાર ગામ જવાનું થયું આ બનેમાંથી ફરિયાદી અશક્ત હોય એમની ફોર વ્હીલ ગાડી લઈને મિતેષ માણસા ગાડી લઈને જાય છે. ફરિયાદીના પતિએ જે મકાનની ચાવી છે. એ મકાનની ચાવી ગાડીમાં જ ગિયર બોક્સની બાજુમાં મુકી હતી. આ તકનો લાભ લઇ ડ્રાઈવિંગ કરતા મિતેષે ચાવી લઈ લીધેલી અને રસ્તામાં એના સાથી મિત્ર શનિને ચાવી આપી દીધી હતી. શનિએ તકનો લાભ લઇ રસ્તામાંથી સાબુ ખરીદીને ચાવીની છાપ પાડી વિજાપુરમાં પાછા આવી ડુપ્લીકેટ ચાવી બનાવી હતી. ત્યાંથી એક સાથી મિત્રની ગાડી બોલાવી ફરિયાદીના ઘરે જઈને તાળું ખોલી તિજોરીમાં મુકેલા 14 લાખના દાગીનાની ચોરી કરી હતી.વિજાપુર તાલુકા પી.આઇને બાતમી મળી હતી કે, જે ગાડી ભાડે કરી હતી. હકીકતથી વાકેફ કરેલા કે શનિ અને મિતેષ રામનગર (કોટડી) ખાતે આ સમયગાળા દરમિયાન ઉતરેલા છે. જેમાં બંને ડ્રાઈવરને ભોળવીને મારા પત્નીના દાગીના છે. એમ કહી દાગીના ગીરવે મૂકવા છે કહી એની લોન મળે તો જરૂરી છે તેવું જણાવ્યું હતું. જેમાં ડ્રાઈવરના આધાર કાર્ડ પર દાગીના ગીરવે મૂક્યા, બીજા બે દાગીના સોનીના ત્યાં ગીરવે મૂકેલા અને એના પર રોકડ રકમ લોન પેટે મેળવી હતી. આ પૈસા લઈ પોતાના અંગત કામ સારું એ ઉપયોગમાં કરવાના હતા. સતત પૂછપરછ અને ડ્રાઈવર જીતેન્દ્રસિંહના જણાવ્યા પ્રમાણે વિજાપુર પી.આઇને આ ગુનો શોધવામાં સફળતા મળેલી. તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે અને આરોપીની અટક કરવામાં આવી છે. આરોપીઓ હાલ પોલીસ કસ્ટડી રિમાન્ડમાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.