
કડીના નાનીકડી ગામે યુવતીના પરિવારજનોએ યુવતીના વડ સસરા ઉપર હીચકારો હુમલો કર્યો
કડી તાલુકાના નાની કડી ગામે આવેલા કૌશલ્ય બંગ્લોઝમાં રહેતા ઘનશ્યામ પટેલ કે જેઓ હાલ નિવૃત્તિ જીવન જીવી રહ્યા છે. જે દરમિયાન તેમના દીકરાના દીકરાએ થોડાક મહિનાઓ અગાઉ મણીપુર ગામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને પરિવાર સાથે તેઓ કૌશલ્ય બંગ્લોઝ નાની કડી ખાતે રહેતા હતા. જે દરમિયાન યુવતીના પરિવારજનો ઇકો ગાડી લઈને મણીપુરથી નાની કડી કૌશલ્ય બંગ્લોઝમાં આવી પહોંચ્યા હતા અને યુવતી પાસે દાગીના માંગતા એ દાગીના યુવતીએ પોતાના પરિવારજનોને આપી દીધા હતા અને ઉશ્કેરાઈ જઈને યુવતીના વડ સસરા ઉપર હુમલો કરી નાખ્યો હતો.
કડી તાલુકાના નાની કડી ખાતે આવેલા કૌશલ્ય બંગ્લોઝમાં રહેતા ઘનશ્યામ પટેલ તેમના ઘરે હાજર હતા. જે દરમિયાન તેમના દીકરાના દીકરાએ પ્રેમ લગ્ન થોડાક સમય અગાઉ કર્યા હતા. જે દરમિયાન યુવતીના પીતા ગોવિંદ પટેલ સહિતના કુટુંબીજનો ઇકો ગાડી લઈને આવી પહોંચ્યા હતા અને ઘનશ્યામભાઈને કહ્યું કે અમારી દીકરીને બોલાવો જે દરમિયાન ઘનશ્યામભાઈએ તેમની પુત્રવધુને બોલાવી હતી. જ્યાં યુવતીની માતાએ કહ્યું કે, અમારા દર દાગીના આપી દે જેથી યુવતીએ દર દાગીના આપી દીધા હતા.
યુવતીની માતા કહેવા લાગી કે તે પ્રેમ લગ્ન કર્યા છે તે અમને મંજુર નથી, તેમ કહીને યુવતીને લાફો મારી દીધો હતો. જ્યાં ઉગ્ર ઝઘડો થતાં યુવતીના વડ સસરા સહિતના સાસરીયા આવી પહોંચ્યા હતા અને યુવતીને મારમાંથી બચાવી હતી. જ્યાં આવેલા યુવતીના પરિવારજનોએ યુવતીના વડ સસરા ઉપર હીચકારો હુમલો કરી નાખ્યો હતો. ઝઘડો થતાં આજુબાજુના લોકો આવી પહોંચ્યા હતા. જ્યાં આવેલા લોકો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આધેડને વધુ ઇજાઓ પહોંચતા તેઓને કડીની ભાગ્યદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કડી પોલીસે 6 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.