વિસનગરના બાસણા મર્ચન્ટ કોલેજની સામે એક્ટિવાચાલક રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા આઇવાચાલકે ટક્કર મારી

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામનો યુવક એક્ટિવા લઈ મહેસાણાથી વિસનગર તરફ રોડ પર આવેલ બાસણા મર્ચન્ટ કોલેજના ગેટ પાસે રોડ ક્રોસ કરવા જતા વિસનગર તરફથી પૂરઝડપે આવી રહેલ અજાણ્યા ડમ્પર (આઇવા) ચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જે બનાવ બનતા આજુબાજુમાંથી લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવકની લાશનું પી.એમ કરાવી યુવકના કાકાના નિવેદનના આધારે ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


તાલુકાના કંસારાકુઈ ગામનો પટેલ વિશાલ ભરતભાઈ દુબઈ ખાતે 7 મહિનાથી નોકરી કરતો હતો અને 20 દિવસ માટે વતન કંસારાકુઈ ગામે આવ્યો હતો. જે ગત તારીખ 05/12/2023ના રોજ એક્ટિવા લઈ મહેસાણા ગયો હતો. જ્યાંથી પરત કંસારાકુઈ તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન બાસણા મર્ચન્ટ કોલેજના ગેટ પાસે ડીવાઈડરના કટથી એક્ટિવા લઈ રોડ ક્રોસ કરવા જતા વિસનગર તરફથી પૂરઝડપે આવી રહેલ અજાણ્યા ડમ્પર ચાલકે ટક્કર મારતા નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં વિશાલને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જે અંગેની પરિવારજનોને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસે મૃતક વિશાલ પટેલના મૃતદેહનું વિસનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી કાકા રાજેન્દ્ર પટેલના નિવેદનના આધારે અજાણ્યા ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં વિશાલ પટેલ દુબઈ ખાતે રહેતો અને ઘરે આવતા તેનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનોમાં પણ ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.