ગોઠવા ગામે મધર ટેરેસા નર્સિંગ કોલેજ ખાતે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાયુ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ગોઠવા ગામ ખાતે આવેલી મધર ટેરેસા નર્સિંગ કોલેજમાં તાલુકાના 74મા વન મહોત્સવની ઉજવણી તેમજ વૃક્ષારોપણ કાર્યકમ યોજાયો હતો. જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વિસનગર તાલુકાના ગોઠવા ગામે વન વિભાગ વિસનગર દ્વારા 74મા વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યકમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ખાસ હાજર રહ્યા હતા. જેમાં 74માં વન મહોત્સવમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં ગોઠવા ગામના ગ્રામજનો દ્વારા મંત્રી ઋષિકેશ પટેલનુ સન્માન પણ કરવામાં આવ્યું હતું.


આ કાર્યકમમાં કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે ગ્રામજનોને ખેતરમા શેઢા પર વૃક્ષો વાવવા માટે અપીલ કરી હતી. જેમાં વધુમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એક હજાર ગુલામી કાળનો સરભરતા 25 વર્ષમાં કરી લેવાની છે. વિકાસ સરકાર નથી કરતી હોતી. સરકાર એકલી કરી જ ના શકે. પરંતુ પ્રજા એને ઉપાડી લે નાના નાના કામોની અંદર એને સહકાર આપે આવતા 25 વર્ષમાં 2047માં અમેરિકાને આપણે આંખ બતાવી શકીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.