સતત એક અઠવાડિયાની અંદર બીજી વખત SMC દ્વારા રેડ 37 લાખનો વિદેશીદારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના બાવલુ પોલીસ મથકની હદમાં સતત એક અઠવાડિયાની અંદર બીજી વખત SMC દ્વારા રેડ થતા સમગ્ર પંથક તેમજ જિલ્લા પોલીસ બેડામાં ચકચર મચી જવા પામ્યો છે. કડી તાલુકાના થોળ સીમા આવેલ એન.કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સામે આવેલ કંપનીના પાર્કિંગમાં સફેદ કલરનું ટેન્કર પડેલ છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો છે. જેવી હકીકત મળતાની સાથે જ SMC દ્વારા રેડ કરવામાં આવેલી હતી. તેમજ રેડ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ SMC દ્વારા ₹.62,31,300નો વિદેશી દારૂના જથ્થા તેમજ મુદ્દામાલ ઝડપી પાડવામાં આવેલો હતો. તેમજ બાવલુ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો.

પોલીસે ટેન્કરચાલક: કૃષ્ણકુમાર રામસિંગ મિલ જાટ તથા ક્લીનર સીતારામ બનવારીલાલ મીણા (બંને રહે. રાજસ્થાન)ની અટકાયત કરી તેમની પાસેથી રૂ.2720 રોકડા, ત્રણ મોબાઈલ, તથા રૂ.25 લાખનું ટેન્કર અને દારૂ મળી કુલ રૂ.62,31,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા બે તેમજ દારૂનો જથ્થો મંગાવનાર અને ટેન્કરના માલિક સહિત પાંચ વોન્ટેડ શખ્સો મળી સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂ ઘુસાડવા લોકેશનનો ઉપયોગ: SMCની તપાસમાં ખુલાસો થયો છે કે પટિયાલાથી દારૂ ભરેલું ટેન્કર નીકળ્યું ત્યારે તેને પહેલું લોકેશન સિકરનું અપાયું હતું. બીજું લોકેશન જયપુર અને ત્રીજું લોકેશન કોટા અપાયું હતું. કોટા બાદ દાહોદ થઈને ટેન્કર અમદાવાદ એસપી રિંગ રોડ પર આવ્યું હતું. એસપી રિંગ રોડ બાદ છેલ્લું લોકેશન એન.કે. પ્રોટીન્સ કંપનીનું પાર્કિંગ અપાયું હતું. ટેન્કરચાલકને અહીંથી બીજું લોકેશન મળે તે પહેલાં જ SMCએ રેડ કરી હતી. દારૂ ક્યાં લઈ જવાનો છે તેની ટેન્કરચાલક અને ક્લીનરને કોઇ જાણકારી નહોતી.

દારૂની હેરાફેરીમાં એક જ નંબરના બે ટેન્કર: ગત 1લી માર્ચે ભાવનગરમાં એસએમસીએ દારૂનું ટેન્કર પકડ્યું હતું, તેનો રજીસ્ટર નંબર, ચેસીસ અને એન્જિન નંબર જે હતા તે જ નંબરનું ટેન્કર બાવલુ પોલીસ સ્ટેશનની હદમાં વિદેશી દારૂ સાથે પકડાયું છે. આરોપીએ એક સરખા 2 ટેન્કરમાં રજીસ્ટર નંબર, ચેસીસ નંબર અને એન્જિન નંબર લગાડી ગુનો કર્યો છે.

ચાલક, ક્લીનરની ધરપકડ

કૃષ્ણકુમાર રામસિંગ મિલ જાટ (રહે. સિંગનોર, તા.ઉદેપુરવાટી, રાજસ્થાન)

ક્લીનર સીતારામ બનવારીલાલ મીણા (રહે. સહીનાર, તા.ઉદેપુરવાટી, રાજસ્થાન)

પાંચ વોન્ટેડ આરોપીઓ

અનિલ પંડિયા રહે.સીકર,રાજસ્થાન (દારૂનો જથ્થો મોકલનાર)

પવનસિંહ રહે.બખાસર, હાલ રહે.બાડમેર (દારૂનો જથ્થો મોકલનાર)

તૌફિક રહે.ચુરુ,રાજસ્થાન (દારૂનો જથ્થો મોકલનાર )

ટેન્કર નંબર HR 65A 8262નો માલિક

વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.