ઉનાવા નજીક ચાલુ ગાડીમાં આગ લાગી:ફાયર વિભાગની ટીમે આગ બુઝાવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા ઊંઝા નેશનલ હાઇવે ઉનાવા રોડ ઉપર ચાલુ ગાડીમાં શોર્ટસર્કિટ થવાથી આગ લાગી ગઈ હતી. જેમાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમે આવીને આગ બુઝાવી હતી અને પાંચ વ્યક્તિનો આબાદ બચાવ કર્યો હતો.

અમદાવાદથી ડીસા તરફ જઈ પહેલી ચાલુ ગાડીમાં ઉનાવા નજીક નેશનલ હાઈવે પર શોર્ટસર્કિટ થઇ હતી અને અચાનક ગાડીમાં આગ ભભૂકી ઉઠી હતી. ગાડીની અંદર 5 વ્યક્તિ સવાર હતા. તાત્કાલિક ઊંઝા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ગાડીમાં બેઠેલા તમામ લોકોનો આબાદ બચાવ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, અમદાવાદ તરફથી આવી રહેલી ગાડીમાં શોર્ટસર્કિટથી આગ લાગી હતી. જેમાં કોઈ જાનહાની થઈ ન હતી. તેમજ આવતા-જતા વાહનચાલકો તેમજ આજુબાજુમાં લોકોના ટોળેટોળા ભેગા થયા હતા. જેમાં ગાડીમાલિક અર્જુન ભરતભાઈ સહિત ચાર વ્યક્તિનો બચાવ થયો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.