કડીના શિયાપુરા ગામે આવેલા તળાવમાં અજગર દેખાતા ભય

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના શિયાપુરા ગામે અચાનક જ ગામના તળાવમાં અજગર દેખાતા ફફડાટ મચી જવા પામ્યો હતો. ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા કડીના ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી. જ્યાં કડી ફોરેસ્ટ વિભાગ અને કડી વાઈલ્ડ લાઇફના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને મહામુસીબતે તળાવમાં રહેલ અજગરનું રેસ્ક્યૂ કરીને થોળ અભ્યારણ ખાતે છોડી મૂકવામાં આવ્યો હતો.


કડી તાલુકાના શિયાપુરા ગામે બુધવારે અચાનક જ ગામના 10 વીઘા જગ્યામાં પથરાયેલા તળાવમાં અચાનક જ અજગર દેખાઈ આવ્યો હતો. જ્યાં અચાનક જ તળાવમાં અજગર દેખાઈ આવતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. જે બાદ ગામના સરપંચ અને તલાટી દ્વારા કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીને જાણ કરવામાં આવી હતી. ધારાસભ્ય દ્વારા ડિઝાસ્ટ મેનેજમેન્ટ મહેસાણા ખાતે ટેલિફોનિક જાણ કરવામાં આવતા કડીના અધિકારીઓ દોડી આવ્યા હતા. જ્યાં સાંજ સુધી અજગર મળી ન આવ્યો હતો.કડી ફોરેસ્ટ વિભાગ અને વાઈલ્ડ લાઇફના નરેન્દ્ર.બી.ઠાકોર, જે.વી ઠાકોર ગુરુવારે સવારે જ શિયાપુરા ગામના તળાવ ખાતે ટીમ સાથે પહોંચી ગયા હતા. જ્યાં અજગર તળાવના કિનારે આવી પહોંચતા સહી સલામત રીતે તેનું 24 કલાક બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. અજગરનું રેસ્ક્યૂ કરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. તેમ જ અજગરને કડી તાલુકાના થોળ પક્ષી અભ્યારણ ખાતે છોડી મૂકવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.