પૂર્વ નાયબ મુખ્યમંત્રી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છતાં ખેડૂત પેનલની 10 બેઠક માટે ચૂંટણી યોજાશે

મહેસાણા
મહેસાણા

કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોકડું ગુંચવાયું હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. અંત સુધી પૂર્વ નાયબ મુખ્યમંત્રીની મથામણ થઈ છતાં સમરસ ન થતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. કડીમાં આંતરિક વિખવાદ ચરમ સીમાએ જોવા મળતા અંતે કડી માર્કેટ યાર્ડની ચૂંટણી થશે.કડી માર્કેટમાં છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલી રહ્યું છે. 40 વર્ષમાં એક કે બે વખત ચૂંટણી યોજાય છે તેમ છતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન અકબંધ જોવા મળી રહ્યું છે. જ્યારે 20 વર્ષ બાદ ચૂંટણી યોજાતા રાજકીય માહોલ ગરમાયો છે. 20 વર્ષના ઇતિહાસમાં એકાદ વખત ચૂંટણી યોજાઈ છે. છેલ્લા 20 વર્ષથી કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને સહકારી ક્ષેત્રે પોતાનું આગવું સ્થાન ધરાવતા વિનોદભાઈ રણછોડભાઈ પટેલ ચેરમેન તરીકે હતા. જ્યારે 2020-21માં સરસાવ ગામના પટેલ રાજેન્દ્રભાઈ ગાંડાભાઈ ચેરમેન તરીકે ચૂંટાયા હતા. જ્યારે 2023ની સાલમાં રાજકીય આગેવાનોની મથામણ થઈ સતા સમરસ ન થતા રાજકીય માહોલ ગરમાયો હતો.

કડી માર્કેટ યાર્ડમાં 15 ડિરેક્ટરોને લઈ ચૂંટણી યોજવાની છે. જ્યારે 10 બેઠકો ખેડૂત પેનલ ચાર બેઠકો વેપારી પેનલ અને એક ખરીદ વેચાણ સંઘની પેનલ એમ 15 બેઠકોને લઈ ચૂંટણી યોજવાની છે. જ્યારે 4 બેઠકો ઉપર વેપારી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી છે. તેમજ સેવા સહકારી મંડળીમાં માત્ર એક જ ફોર્મ ભરાયું હતું. જેમાં કડીના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફોર્મ ભર્યું હતું અને તેમની સામે કોઈએ ફોર્મ ન ભરતા મંગળવારે બિનહરીફ જાહેર થયા હતા.કડી માર્કેટ યાર્ડની ચૂંટણીને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હોમપીચ પર બળવા જેવી પરિસ્થિતિ ઉદભવી છે. આંતરિક વિખવાદ ચરમ સિમાએ પહોંચતા કડી માર્કેટ યાર્ડમાં ચૂંટણી યોજાશે. કડી માર્કેટમાં ચૂંટણીને લઈને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં 5 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા અને 85 માન્ય રખાયા હતા. 782 મત ખેડૂત વિભાગના તેમજ વેપાર વિભાગના 383 અને સહકારી મંડળીના 32 કુલ 1197 મતદારો છે. જ્યાં વેપારી પેનલ અને સેવા સહકારી મંડળી વિભાગની પેનલ બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે 782 મતદારો પાંચમી ડિસેમ્બરે પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.