બ્રાહ્મણવાડા હાઇવે પર ટેન્કર પલ્ટી મારી જતા ચાલકનો આબાદ બચાવ

મહેસાણા
મહેસાણા

ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે પર આવેલ એક હોટલ નજીક પલટી ખાઈ જતાં ગાડીને નુકસાન થવા પામ્યું હતું. જ્યારે ચાલકનો આબાદ બચાવ થયો છે. વિગતો મુજબ બ્રાહ્મણવાડા હાઈવે પ્રિત હોટલ નજીક મોરબીથી ઉત્તર પ્રદેશ જઇ રહેલ આઇવા ટેન્કર અચાનક પલટી ખાઇ જવા પામ્યું હતું. જેને લઇ ટેન્કરને ભારે નુકસાન પહોચ્યું હતું. જોકે સદનસીબે ચાલક રાજેન્દ્રસિંહનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ટેન્કર સામે અચાનક ગાડી આવતાં બચાવવા જતાં ટેન્કર પલટી મારી ગયું હતું. આ ઘટનામાં ટેન્કરને નુકશાન થવા પામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.