
મહેસાણા જિલ્લામાં ગત વર્ષ દરમિયાન સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓમાં 6905 ટીબી દર્દીઓ નોંધાયા
વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે આયોજિત ક્ષય નાબુદીની બાઈક રેલીને જીલ્લા પંચાયત ખાતેથી જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર અને અન્ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હરી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-12 દાતા દ્રારા 750 દર્દીઓને દત્તક લઇ માસિક પોષણ કીટ આપવામાં આવી “પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન” અંતર્ગત વર્ષ 2025 સુધીમાં ભારત દેશને ટી.બીથી મુકત કરવા અંગેના વડાપ્રધાનના ધ્યેય અંતર્ગત ભારત સરકાર દ્રારા”નિશ્ચય પોષણ યોજના” અંતર્ગત ટી.બીના દર્દીઓને રૂ 500 પ્રતિ માસની સહાય આપવામાં આવે છે.સ્વૈચ્છીક સંસ્થાઓ/દાતાઓ દ્વારા ટી.બીની સારવાર હેઠળના દર્દીઓને દત્તક લઇ તેઓને માસિક પોષણ કીટ આપવામાં આવે છે.જેથી ટી.બીના દર્દીઓનું કુપોષણનું પ્રમાણ ઘટાડી દવાઓનું Compliance વધારી શકાય.સદર બાબતે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ-12 દાતા (નિક્ષય મિત્ર) દ્રારા 750 દર્દીઓને દત્તક લઇ માસિક પોષણ કીટ આપવામાં આવે છે.
વર્ષ 2022માં મહેસાણા જિલ્લામાં સરકારી સંસ્થાઓ દ્રારા 3193 અને પ્રાઇવેટ સંસ્થા દ્વારા 3712 એમ કુલ-6905 ટીબીના દર્દીઓની નોંધણી કરવામાં આવેલ છે જે 102℅ સિધ્ધિ હાંસલ કરેલ છે.વર્ષ-2021 માં કુલ 6483 ટીબીના દર્દીઓ પૈકી 5783 દર્દીઓ સાજા થયેલ છે જે સાજા થવાનો દર 90% સિધ્ધિ હાંસલ કરેલ છે.