કડીમાં વરસાદના પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો

મહેસાણા
મહેસાણા

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કડી પંથકમાં મોટા પ્રમાણમાં એરંડા, કપાસ, ઘઉં, ટામેટી, જીરું, બાજરી, જેવા ખરીફ પાકોનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, પરંતુ રવિવારે એકાએક માવઠું પડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.કડી પંથકમાં એક ઇંચથી પણ વધુ કમોસમી વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા પંથકમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ કમોંસમી વરસાદના કારણે કડીના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરમાં રહેલા ઉભો પાકને નુકસાન થતા ખેડૂતોને નુકસાની વેઠવી પડી છે. ખેડૂતોને ખરીફ પાકમાં નુકસાન થતા સરકાર તાત્કાલિક ધોરણે વળતર ચૂકવે તેવી માગણી ઉઠવા પામી છે.


કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા નંદાસણ સહિત વિસ્તારોમાં ખેતરોમાં વાવેલા અનેક પાકને નુકસાન થતા જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. જ્યાં કડી માર્કેટ યાર્ડમાં વરસાદને કારણે મંગળવારે જાહેર રજા જાહેર કરી હતી, પરંતુ કેટલાક ખેડૂતો રજા હોવા છતાં ઉપજ લઈને કડી માર્કેટ યાર્ડમાં આવી પહોંચ્યા હતા. માર્કેટ યાર્ડમાં બાજરી લઈને આવેલા લીમડીના ખેડૂત જયંતીભાઈ સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, કાલે પડેલા માવઠા અને કમોસમી વરસાદના કારણે માલ પલળવાના બીકે કડી માર્કેટ યાર્ડમાં બાજરી, ઘઉં અને ચણા લઈને આવ્યો છું. બાજરીનું 20 વીઘામાં વાવેતર કરેલું છે. રવિ ભાગમાં જીરાનું વાવેતર કરેલું છે, પરંતુ વરસાદ પડતા જીરામાં મોટાપાયે નુકસાન થયું છે. જીરામાં સરકાર વળતર આપે તેવી અમારી માંગણી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.