વ્યાજખોરોના માનસીક ત્રાસના કારણે રેલ્વે ટ્રેક ઉપર ઝંપલાવ્યું પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડતા હોબાળો

મહેસાણા
મહેસાણા

પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર કરવાની ના પાડતા ઊંઝા પોલીસે મામલો થાળે પાડી ગુન્હો દાખલ કર્યો ઊંઝાના ભોંખર ગામના પરમાર ભરતભાઈ જેઓએ પહેલાં પોતાના હસ્તાક્ષરમાં સુસાઇડ નોટ લખેલ હતી. જેમાં મરણજનાર ભરતભાઈએ કિરણ રાવળ પાસેથી 35,000 રૂપિયા લીધા હતા. જેમાં એક મહિનાનું 3,000 વ્યાજ લેતા હતા. જેનું સતત પાંચ વર્ષ સુધી વ્યાજ વસુલ્યું હતું તેમજ દિનેશ વાઘરી પાસેથી રૂ.50,000નું ત્રણ વર્ષથી રૂ.2,500 વ્યાજ લેતો હતો તેમજ જાડો જેઓ ઊંઝાનો વતની છે.

જેની પાસેથી રૂ 40,000નું બે વર્ષથી રૂ.1,000 વ્યાજ લીધું હતું તથા કલ્પેશ સથવારાએ રૂ.2,000નું ત્રણ ટકા વ્યાજ તથા રૂ 20,000નું રૂ.100 લેખે વ્યાજ લેતા હતા તથા કમલેશભાઈ ચૌધરીએ રૂ.20,000નું રૂ.100 લેખે વ્યાજ તેમજ સોનાની વીંટી રૂ 20,000માં મુકી હતી. જેમાં વ્યાજખોરોએ ભરતભાઈ ઉર્ફે ટીનાને વ્યાજની કડક ઉગરાણી કરતા હતા અને તેને મારા મારવાની ધમકીઓ આપી હતી. જેના કારણે એકનું વ્યાજ ભરવામાં બીજા પાસેથી વ્યાજવા પૈસા લીધા હતા.

વ્યાજખોરોના માનસીક ત્રાસના કારણે પરમાર ભરતભાઇ ઉર્ફે ટીનાએ ઊંઝા રેલવે ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર ઝંપલાવી આત્મહત્યા કરી હતી. જેમાં આત્માહત્યા માટે વ્યાજખોરોને જવાબદાર ગણવા તેવી સુસાઇડ નોટ લખી પોતાની જાતે ચાલુ રેલ્વેમાં ટ્રેક ઉપર પડતું મુકી રેલવેના પાટામાં બન્ને પગેથી કપાઇ ગયા હતા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થતા મૃત્યુ થયુ હતું.

જેને લઈને પરિવારજનોને આ બાબતે માહિતી મળતા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને લાશ જોડેથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં ઊંઝા પોલીસને જાણ કરતા ઊંઝા પોલીસે આવી વધુ કાર્યવાહી હાથધરી હતી. જેમાં ઊંઝા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને અન્ય આરોપીઓ ભાગી છૂટ્યા હતા. જેમાં (1) કિરણ રાવળ (2) દિનેશ વાગરી (3) જાડો (4) કલ્પેશ સથવારા (5) કમલેશ ચૌધરી ઉપર ઊંઝા પોલીસે આઈ પી સી કલમ 306,114,એટ્રોસિટી એક્ટ 3(2)v,40,42 સહિત પાંચ આરોપીઓ ઉપર ગુન્હો નોંધ્યો હતો.

જેમાં કુલ રૂપિયા 1.87.000 વ્યાજે આપી કડક ઉઘરાણી કરતા હતા. જેને લઈને પરમાર ભરતભાઈએ કંટાળીનેને મહેસાણાથી પાલનપુર જતી રેલવેમાં ઊંઝા વિસનગર ફાટક નજીક આત્મહત્યા કરી લેતા દલિત સમાજના આગેવાનો સહિત સંગઠનના કાર્યકર્તાઓએ ઊંઝા પોલીસ સ્ટેશન હોબાળો કરતા ઊંઝા પી.આઈ દરજી તેમજ વિસનગર ડી.વાય.એસ.પી ચૌહાણ સહિત પોલીસ કાફલો ઊંઝા પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પરિવારજનોને ન્યાય મળશે એવી રજૂઆત કરી હતી, જેમાં ઊંઝા પોલીસે બાંહેધરી આપી હતી. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાંથી અંતિમવિધિ માટે પરિવારજનોએ લાશ સ્વીકારી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.