![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/પર્સ-મૂકી-વોશરૂમ-ગયા-હેડ.jpg)
પર્સ મૂકી વોશરૂમ ગયા અને ગઠિયો મોંઘોદાટ મોબાઈલ ચોરી કરી રફુચક્કર
મહેસાણામાં ઉમંગ પાર્ટી પ્લોટમાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું હોય તેમ પ્રસંગ ટાણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. ઊંઝાના રાજ્ય વેરા નિરીક્ષક રહેલા મહિલા રીસેપ્શન પ્રસંગે પાર્ટી પ્લોટમાં આવ્યા હતાં. જ્યાં કોઈ ગઠિયો તેમનો મોંઘોઘાટ મોબાઈલ ચોરી કરી રફુચક્કર થઈ ગયો હતો.
પાટણના કસ્તુરી નગર સોસાયટીમાં રહેતા અને ઊંઝા ખાતે રાજ્ય વેરા નિરીક્ષક રહેલ શિલ્પાબેન પટેલ નામના મહિલા મહેસાણા ખાતે આવેલા ઉમંગ પાર્ટી પ્લોટમાં પોતાની નણંદના ભાણીયાના રીસેપ્શન પ્રસંગે આવ્યા હતા. જ્યાં સ્ટેજ પાસે પોતાનો મોબાઈલ ફોન સાથેનો પર્સ મૂકી વોશરૂમ ગયા હતા. જે બાદ તેઓ પરત આવી પર્સમાં પોતાનો મોબાઈલ જોતા ગુમ થયેલો હતો. સમગ્ર મામલે તેઓએ આસપાસ તપાસ કરી હતી, જોકે ફોન ક્યાંય મળ્યો નહોતો બાદમાં પોતાનો ફોન કોઈ અજાણ્યો ગઠિયો લઈ ફરાર થઇ જતા તેઓએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદ આધારે તપાસ આદરી છે.