વિસનગરના કાંસા ગામના 12 સ્થળોએ આરોગ્ય વિભાગ દ્વારા ડ્રોનથી દવાનો છંટકાવ

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેર તેમજ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા ડ્રોનથી દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇ ગામના મોટાભાગના જાહેર સ્થળો હોવાથી તેમજ આ સ્થળો ઉપર ટીમ પહોંચી શકતી ન હોવાથી મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં કાંસા ગામના 12 સ્થળો પર આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ઉત્પતિ ન થાય તે માટે ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો હતો.

વિસનગર શહેર, કાંસા એન.એ . અને કાંસા ગામમમાં આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગચાળો થતો અટકાવવા ડ્રોન ટેક્નોલોજીના માધ્યમથી આ મચ્છર ઉત્પત્તિના સ્થાનો શોધી દવાના છંટકાવની કામગીરી ચાલી રહી છે. જેમાં તાલુકાના કાંસા ગામનો સર્વે પૂર્ણ થયા બાદ જે જગ્યાએ પાણી ભરાઇ રહ્યું છે તેવા સ્થળે ડ્રોન દ્વારા લોકેશન અને ફોટો કેપ્ચર કરી આપ્યા હતા. ત્યારબાદ ગ્રાઉન્ડ ટીમ લોકેશનને આધારે સ્થળ તપાસ કરી હતી. જેમાં મંગળવારના રોજ વિસનગર તાલુકાના કાંસા ગામના વિવિધ 12 સ્થળોએ ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે કાંસા ગામમાં ડ્રોન દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે અને આગામી સમયમાં કાંસા એન.એ . વિસ્તાર અને વિસનગર શહેરના વિસ્તારમાં કરવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી નોટિસો પણ આપવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.