
મહેસાણાના હબટાઉન પાસે ક્રેન મારફતે બોર્ડ લગાવવાની કામગીરી દરમિયાન ક્રેન એક્ટિવા પર પડી, બે લોકો ઇજાગ્રસ્ત
મહેસાણા શહેરમાં આવેલા હબટાઉન ખાતે એક ક્રેન મારફતે કામ ચાલી રહ્યું હતું.જ્યાં ક્રેન મારફતે બોર્ડ તેમજ અન્ય વજનદાર વસ્તુઓ ઊંચકી રહી હતી એ દરમિયાન એકાએક વજન સાથે ક્રેન નીચે પસાર થઈ રહેલા એક્ટિવા સવાર બે લોકો પર પડતા બેને ઇજા થઇ હતી.ઘટના પગલે બે ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મહેસાણાના ટીબી રોડ પર રહેતા રાજેશભાઇ ભાનુંશાળી એ મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓની દીકરો તીર્થ અને અને તેના દાદા પોતાન GJ02BG3072 નમ્બર ના એક્ટિવા પર સવાર થઈ ને મહેસાણા હબ ટાઉન થી પસાર થઈ રહ્યા હતા.એ દરમિયાન ત્યાં એક ક્રેન ભારે બોર્ડ અને સમાન ઉંચી કામ કરી રહી હતી.એ દરમિયાન એકાએક ક્રેન ભારે બોર્ડ સમાન સાથે પસાર થઈ રહેલા એક્ટિવા ચાલક પર પડતા એક્ટિવા પર સવાર બે લોકો દબાઇ ગયા હતા.
ઘટના સ્થળે હાજર લોકોએ દબાઈ ગયેલા દાદા પૌત્ર ને બહાર કાઢી 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં દાદા ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી તમેજ એક્ટિવા ચાલક પુત્રને જમણા પગે સાથળ ના ભાગે ફ્રેકચર થવા પામ્યું સમગ્ર ઘટના પગલે હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ક્રેન ચાલક સામે બેદરકારી રીતે વધુ વજનદાર વસ્તુ ઊંચકી અકસ્માત સર્જતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.