લગ્નમાં આવેલા બે ફોટોગ્રાફ્રરના કેમેરા ગાડી માંથી તસ્કર ચોરી જતા ફરિયાદ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે આવેલા ભીમપુર જૂની ફાટક પાસે ગઢવાડા દોતોર દરજી સમાજના સમૂહ લગ્ન યોજાયા હતાં.જ્યાં સમૂહ લગ્નમાં આવેલા બે ફોટોગ્રાફ્રરના કેમેરા ગાડી માંથી અજાણ્યો કોઈ તસ્કર ચોરી જતા તેઓએ 1.15 લાખ કિંમતના કેમેરા ચોરી અંગે સતલાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વડગામ ખાતે રહેતા 29 વર્ષીય સુરજસિંહ ચૌહાણ પોતાના મિત્ર દરજી સાગર સાથે સતલાસણા ખાતે યોજવામાં આવેલા ગઢવાડાં દોતોર દરજી સમાજના સમૂહ લગ્નમાં ફોટોગ્રાફી માટે આવ્યા હતાં.જ્યાં જમ્યા બાદ તેઓએ પોતાની GJ06KD6421 ગાડી ખેરાલુ અંબાજી હાઇવે પર ગોગા પાર્લરમાં પાર્ક કરી હતી.અને આ ગાડીમાં તેઓએ પોતાના બે કેમેરા મૂક્યા હતા.

બાદમાં સમૂહ લગ્નમાં ફોટોગ્રાફી કરવાની ફરજ પડતા બને પોતાના કેમેરા ગાડીમાં મુકેલા હતા તે લેવા આવ્યા હતા એ દરમિયાન ફરિયાદી અને તેના મિત્રનો કેમેરો જોવા મળ્યો નહોતો જોકે ગાડીમાં પણ લોક મારેલ હતો. જેથી તેઓએ પોતાના બે કેમેરા કીમત 1.15 લાખના ચોરી મામલે સતલાસણા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે,


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.