ઉનાવા પાસે ગાડીનું ટાયર ફાટતા બેકાબુ ગાડી અન્ય ગાડીને ટકરાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે વધુ એક ઘટના મહેસાણા ઊંઝા હાઇવે પર બનવા પામી છે.જેમાં ઊંઝાન ઉનાવા હાઇવે પર પસાર થતી એક ગાડીના ડ્રાઇવરે સ્ટેયરીગ પર કાબુ ગુમાવતા ગાડી ડિવાઈડર કૂદી સામેની સાઈડ આવતી અન્ય ગાડીને અથડાઈ હતી.સમગ્ર અકસ્માતમા બે ઇસમને ઇજા થતાં મહેસાણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


ઊંઝા ઉનાવા હાઇવે પર એક કાર ચાલક સ્ટીયરીગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.ઉનાવા પેટ્રોલ પંપ નજીક આવેલી ચા ફેકટરી આગળ ઊંઝા તરફથી પુરઝડપે આવતી કારના ચાલકે ગાડીના સ્ટીયરીગ પર કાબુ ગુમાવી બેસ્તાં ગાડી ડિવાઈડર કૂદી ઊંઝા તરફથી જતી અન્યસ કાર સાથે અથડાઈ હતી.સામેની કારના ચાલક બહેરેઆલમ અબ્દુલ રઝાક સેલિયાને બને પગે ઇજા થતાં તેમની બાજુમાં બેસેલા સાદીક અબ્બાસ અસામામદી રહે ડીડરોલ સિદ્ધપુર વાળા ને પણ નાની મોટી ઇજા થતાં મહેસાણા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.મળતી માહિતી પ્રમાણે ગાડીનું ટાયર ફાટી જતા ડ્રાઇવરે કાબુ ગુમાવતા ડિવાઈડર કૂદી ગાડી સામેની બાજુથી આવતી વાન ગાડીને અથડાઈ હતી.જોકે વાન ગાડીમાં સવાર ચાલક ને ઇજા થઇ હતી.જોકે સમગ્ર અકસ્માત માં બને ગાડીઓના આગળના ભાગે મોટા નુકસાન થવા પામ્યા હતા.જ્યાં અકસ્માત પગલે મોટો ટ્રાફિક જામ સર્જાતા પોલીસ ક્રેન મારફતે ગાડીઓ સાઈડમાં કરાવી ટ્રાફિક હળવો કર્યો હતો.તેમજ પોલીસે વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.