મહેસાણાની જિલ્લા જેલમાંથી ભરણપોષણ કેસનો કેદી પાણી પીવાનું બહાનુ કાઢી ફરાર

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લા જેલ માંથી પાકા કામનો કેદી કમ્પાઉન્ડમાં સફાઈ કામ કરી રહ્યો હતો.એ દરમિયાન પાણી પીવા જવાનું કહી ત્યાંથી સુરક્ષા કર્મીઓની નજર ચૂકવી જેલ માંથી ભાગી ગયો હતો.સમગ્ર ઘટના પગલે હાલમાં જેલ મારફતે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં કેદી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પાટણ જિલ્લાના હમીદપુર ગામનો અમીતજી ગાંડાજી ઠાકોર સામે ભરણપોષણ કેસ થતા તેને 350 દિવસની જેલની સજા થઈ હતી.જે કેદીને પાટણ સબ જેલથી જેલ બદલીમાં 16 એપ્રિલ 2023ના રોજ મહેસાણા જિલ્લા જેલમાં સજા ભોગવવા લાવામાં આવ્યો હતો.જે આરોપી અન્ય કેદીઓ સાથે જિલ્લા જેલના કમ્પાઉન્ડમાં સફાઈ કામગીરી કરી રહ્યા હતા.એ દરમિયાન આ કેદી પાણી પીવાનું કહી સુરક્ષા કર્મીઓની નજર ચૂકવી જેલ કેમ્પસ માંથી ભાગી ગયો હતો.સમગ્ર કેસમાં મહેસાણા જિલ્લા જેલમાં ફરજ બજાવતા નાથાભાઇ ગણેશભાઈ ચૌધરીએ સમગ્ર ઘટના અંગે કેદી ન.33094 અમીતજી ગાંડાજી ઠાકોર સામે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં કલમ 224 મુજબ ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલોસે પણ આરોપીને ઝડપવા તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.