યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરવાની ઘટના સામે આવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં લગ્નની લાલચો આપી દુષ્કર્મ ગુજારવાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જિલ્લામાં અવારનવાર આવા કેસો વિવિધ પોલીસ મથકોમાં નોંધાતા આવ્યા છે.જેમાં વધુ એક 23 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજરવાની ઘટના મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકમાં સામે આવી છે.

મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીને અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના ભગાપુરા ગામે રહેતા સોલંકી વિશ્વજીત સિંહ વનરાજસિંહ નામના શખ્સએ યુવતી સાથે પરિચય કેળવી તેણે લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધ્યા બાદ 16 ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી દરમિયાન તેની સાથે શરીર સબંધ બાંધ્યા હતાં.

દેત્રોજ ના ભગાપુરાનો શખ્સ બેચરાજી પંથકની યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચો આપી મારી નાખવાની ધમકીઓ આપી ખાનગી હોટેલમાં દુષ્કર્મ ગુજારતો હતો.બાદમાં યુવતીએ સમગ્ર મામલે પોતાના પરિવાર જનોને જાણ કરતા યુવતીએ બેચરાજી પોલીસ મથકમાં દેત્રોજના ભગાપુરા ગામના શખ્સ વિરુદ્ધ કલમ 376,366,506(2)મુજબ ફરિયાદ નોંધાવી હતી.તો પોલીસે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.