વિસનગરમાં સિવિલ હોસ્પિટલથી વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જાગૃતિ રેલી નીકળી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં આજે 1લી ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિસનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે રેલી શહેરના અનેક વિસ્તારોમાં ફરી શહેરમાં એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. જેમાં યુવા જાગે એઇડ્સ ભાગે, આગળ આવો આગેવાની લો એઇડ્સ અટકાવો જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં સિવિલ હોસ્પિટલ સ્ટાફ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા.


આખી દુનિયામાં 1 ડિસેમ્બરના રોજ ‘વિશ્વ એઇડ્સ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.એઇડ્સ યુમન ઇમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV) ના સંક્રમણથી થનારી બીમારી છે. ત્યારે વિસનગરમાં પણ સિવિલ હોસ્પિટલ અને તાલુકા હેલ્થ ઓફિસના સયુંકત ઉપક્રમે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતેથી જાગૃતિ રેલી નીકળી, ત્રણ દરવાજા ટાવર, સી.એન.કોલેજ સહિત અનેક વિસ્તારોમાં ફરી હતી. જેમાં રેલીમાં એઇડ્સ અંગેની જાગૃતિ લાવવા માટે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલીમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારુલ પટેલ, આર. એમ. ઓ ડો. સુરેશ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.