વિસનગરની એમ.એન.કોલેજમાં એથલેટિક રમતોત્સવ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરની હેરિટેજ કોલેજ એમ.એન.કોલેજમાં એથલેટિક્સ રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓમાં ખેલ ભાવના જાગે તેમજ ખેલ પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ તે માટે યોગ વ્યાયામ, ધારા અંતગર્ત વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો. જેમાં વિવિધ એથલેટિક રમતોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતોમાં પસદંગી થનાર વિદ્યાર્થીઓ એચ.એન.જી.યુ યુનિવર્સિટી દ્વારા આયોજિત 34માં એથલેટિક રમતોત્સવમાં ભાગ લેશે.વિસનગરમાં હેરિટેજ કોલેજનો દરજ્જો પ્રાપ્ત કરનાર એમ.એન.કોલેજમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓ ખેલ સાથે સંકળાયેલા અને ખેલ પ્રત્યે રુચિ થાય તે માટે વાર્ષિક એથલેટિક રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ એથલેટિક રમતોનુ આયોજન કરાયું હતું.


જેમાં ભાઈઓ અને બહેનોની દોડ, લાંબી કૂદ, લંગડી ફાળ, ચક્ર ફેક, બરછી ફેંક, સહિતની રમતો યોજાઈ હતી. જેમાં આ રમતોમાં પસંદગી થનાર વિદ્યાર્થીઓએ હેમચદ્રાચાર્યના ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા આયોજિત 34માં એથલેટિક્સ રમતોસ્ત્વમાં ભાગ લેશે. કોલેજના ઇ. આચાર્ય ડૉ. સંજય વ્યાસે બધા જ ખેલાડીઓનુ પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.જેમાં એથ્લેટિક્સ ભાઇઓની રમતમાં 100 મીટર અને 200 મીટર દોડમાં પ્રથમ નંબર ઠાકોર કલ્પેશ દલસંગજી, 400 મી. દોડમાં પ્રથમ નંબર ઠાકોર મેહુલ બી., 800 મી. દોડમાં પ્રથમ નંબર સોલંકી જીલે., 1500 મી. દોડમાં પ્રથમ નંબર ઠાકોર સાહબજી ગજુજી. લાંબી કુદમાં પ્રથમ નંબર ઠાકોર કલ્પેશ ડી., લંગડી ફાળ કુદમાં પ્રથમ નંબર ઠાકોર કીર્તિજી કે., ગોળા ફેંકમાં પ્રથમ નંબર બાવા ભાવેશ ડી., ચક્ર ફેંકમાં પ્રથમ નંબર ઠાકોર હર્ષ એસ., બરછી ફેંકમાં પ્રથમ નંબર ઠાકોર હર્ષ એસ. અને એથ્લેટિક્સ બહેનોની રમતમાં 100 મી. દોડમાં પ્રથમ નંબર પ્રજાપતિ મિતાલી આર., 200 મી દોડમાં પ્રથમ નંબર ડાભી માયા એ., 400મી. દોડમાં પ્રથમ નંબર ઠાકોર પ્રિયા કે. 1500મી. દોડમાં પ્રથમ નંબર ચૌધરી હિમાંશી જી. લાંબી કુદમાં પ્રથમ નંબર દરજી કુશી આર., ગોળા ફેંકમાં પ્રથમ નંબર ડાભી માયા એ., ચક્ર ફેંકમાં પ્રથમ નંબર ડાભી માયા એ., બરછી ફેંકમાં પ્રથમ નંબર દરજી રોશનીબેન એસ. નંબર પ્રાપ્ત કર્યા હતાં.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.