મહેસાણામાં MCC ટીમની સક્રિય કામગીરી, અત્યાર સુધીમાં 5809 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં MCC ટીમની સક્રિય કામગીરી, અત્યાર સુધીમાં 5809 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ: ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા લાગુ પડતાં મહેસાણા જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આચારસંહિતા લાગુ પડતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આચારસંહિતાના અમલીકરણના ભાગરૂપે અત્યાર સુધીમાં 5809 પ્રચારાત્મક સામગ્રી હટાવાઈ દેવામાં આવી છે.

મહેસાણા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી 2253 વોલ પેઇન્ટિંગ, 1337 પોસ્ટર, 388 બેનર અને અન્ય 574 એમ કુલ 4552 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્યારે ખાનગી મિલકતો પરથી 742 વોલ પેઇન્ટિંગ, 240 પોસ્ટર, 91 બેનર અને અન્ય 184 એમ કુલ 1257 પ્રચારાત્મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 5809 પ્રચારાત્મક સામગ્રી હટાવવામાં આવી છે.જિલ્લામાં આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ છે અને સક્રિયપણે સતત કામગીરી કરી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.