કડીના ગ્રામ્ય વિસ્તારની 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી યુવક ફરાર

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા તેમજ તેની માતા કડી ખાતે ઘરનો સર સામાન લેવા માટે આવ્યા હતા. માતા અને પોતાની 17 વર્ષની સગીરા કડી ખાતે સર સામાન લેવા માટે બજારમાં હતા. જે દરમિયાન માતાને સગીરાએ કહ્યું કે, હું ફોર્મ ભરીને આવું છું જેવું કહીને પોતાની પુત્રી માતા પાસેથી નીકળી હતી અને હાઇવે ચાર રસ્તા પાસે ઊભું રહેવાનું કહ્યું હતું. જે બાદ માતા કામ પૂરું કરીને હાઇવે ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમની 17 વર્ષની સગીરાની રાહ જોઈને ઉભા હતા પરંતુ મોડે સુધી ન આવતા તેઓએ તેમની 17 વર્ષની પુત્રીના મોબાઈલ ઉપર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો અને શોધ ખોળ હાથ ધરી હતી પરંતુ મોડે સુધી કંઈ ભાળ ન મળતા તેઓએ કડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીરા પરિવાર સાથે રહે છે. સગીરાના પિતા પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. જ્યાં 17 વર્ષની સગીરાએ હજુ તો આ વર્ષે ધોરણ 12ની પરીક્ષા આપી હતી. માતા અને સગીરા પોતાના ગામમાંથી બુધવારે કડી ખાતે ઘરવખરીનો સામાન લેવા માટે આવ્યા હતા. હાઇવે ચાર રસ્તા ઉપર વાહનમાંથી ઉતરીને માતા પુત્રી બજાર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન સગીરાએ તેની માતાને કહ્યું હતું કે મારે ઇંગલિશ સ્પોકનનું ફોર્મ ભરવાનું છે. જેથી હું ક્લાસમાં ફોર્મ ભરીને હાઇવે ચાર રસ્તા ઉપર આવું છું તમે ત્યાં આગળ આવજો.

પુત્રી ફોર્મ ભરવાનું કહીને માતા પાસેથી નીકળી હતી. જે બાદ સગીરાની માતા ઘરવખરીનો સર સામાન લઈને હાઈવે ચાર રસ્તા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમની સગીરા જોવા ન મળતા તેઓ રાહ જોઈને ઉભા હતા. જેમાં તેમને તેમની 17 વર્ષની સગીર પુત્રીના મોબાઈલ ફોન ઉપર ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જે બાદ તેમણે તેમના પરિવારજનોને જાણ કરી હતી અને તેમની પુત્રીની શોધ ખોળ હાથ ધરી હતી પરંતુ મોડે સુધી એનો પત્તો ન લાગતા તેઓએ તેમની પુત્રીની બેનપણીઓનો સંપર્ક કર્યો હતો.

જ્યાં તેની બેનપણીઓએ સગીરાના પરિવારજનોને કહ્યું હતું કે તમારી દીકરી ઉમા નગર ખાતે રહેતો ઋત્વિક પ્રજાપતિના સંપર્કમાં હતી અને મોબાઈલ ફોન ઉપર અનેક વખત વાતચીત કરતી હતી. જે બાદ સગીરાના માતા પિતા તેમજ તેમના પરિવારજનો ઉમાનગર ખાતે ઋત્વિક પ્રજાપતિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં ઋત્વિક જોવા ન મળ્યો હતો અને ચાર પાંચ દિવસથી પોતાના ઘરે હાજર ન હતો. તેવું તેના પરિવારજનોએ કહ્યું હતું. ઋતિક પોતાના ઘરે હાજર મળી ન આવતા સગીરાના માતા પિતાને માલુમ થયું હતું કે ઋત્વિક પોતાની 17 વર્ષની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી લઈ ગયો છે. જ્યાં પરિવારજનો કડી પોલીસ મથકમાં દોડી આવ્યા હતા અને તેના વિરુદ્ધ શુક્રવારે ગુનો દાખલ કરાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.