વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતીમાં રીસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

મહેસાણા
મહેસાણા

વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે શૈક્ષણિક વર્ષ 2022-23માં વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં છઠ્ઠા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભારત સરકારના આરોગ્ય-પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રાલયના મંત્રી ડો.મનસુખ માંડવિયા તથા અતિથી વિશેષ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ, તબીબી અને ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ અને મહેસાણા જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 1720 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી નવીન ભવનનો ઉદ્ઘાટન સમારોહ પણ યોજાયો હતો.સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી અને શૈક્ષણિક વર્ષ 2022-23માં ઉત્તકૃષ્ઠ અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ કુલ 1720 પદવીધારકો જેમાં ડિપ્લોમા અને પોસ્ટ ડિપ્લોમાકક્ષાએ 187, સ્નાતક કક્ષાએ 852, અનુસ્નાતક કક્ષાએ 552, પી.જી. ડિપ્લોમા કક્ષાએ 103 અને 26 પી.એચ.ડી. વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના વરદહસ્તે 36 સુવર્ણચંદ્રક અને પદવી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.


સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજના નવીન ભવન, અદ્યતન સુવિધાઓથી સજ્જ નૂતન કોલેજ ઓફ નર્સિંગના નવા બે માળ, નૂતન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન એન્ડ કોમ્યુનિકેશન કોલેજ ખાતે ડિઝાઇન સ્ટુડિયો અને યુનિવર્સિટીના સ્ટાફ માટે નવનિર્મિત સ્ટાફ ક્વાટર્સનું લગભગ 85 કરોડના કામોનું ઉદ્દઘાટન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું.કેન્દ્રિયમંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત દેશ અને ભારતની અભૂતપૂર્વ શિક્ષણ અને જ્ઞાન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત દેશ એ આજના ટેકનોલોજી યુગમાં નહિ પણ વર્ષો પૂર્વેથી અમૂલ્ય અને ઉત્તમ શિક્ષણ પૂરું પાડે છે. ગુજરાત રાજ્યના ધોરવીરા ખાતે સિંધુખીણના સમયનું આશરે 5000 વર્ષ જૂની અભૂતપૂર્વ વોટરહાર્વેસ્ટીંગ અને ટાઉન પ્લાનિંગ સીસ્ટમનો અભ્યાસ કરશે તો તેમને નવી દિશા મળશે.યુનિવર્સિટીનાં પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ઉચ્ચ અભ્યાસક્રમ બાદ પદવી પ્રાપ્ત કરેલ સર્વે વિધાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃ કરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા સ્થાપનાના સાત વર્ષના સમયગાળામાં રિસર્ચ, સ્ટાર્ટઅપ અને એકેડેમીક ડેવેલોપમેંટ થકી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વટવૃક્ષ બની વિવિધ સિધ્ધિઓ હાસલ કરી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નામાંકિત યુનિવર્સિટીમાં સ્થાન મેળવેલ છે તે બદલ યુનિવર્સિટી તેમજ સંલગ્ન સંસ્થાઓના સર્વે સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.