સગીરાનો એક વર્ષથી પીછો કરી વારંવાર અડપલાં કરતા યુવક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકાના એક ગામે રહેતા ખેડૂત પરિવારની સગીર વયની દીકરીનો એક વર્ષથી અવારનવાર પીછો કરીને હેરાન કરવામાં આવતી હોવા અંગે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવમાં આવી હતી.જેના આધારે પોલીસે ચરાડું ના શખ્સ સામે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

મહેસાણા વિસ્તારમાં આવેલા એક ગામડામાં રહેતા ખેડૂત પરિવારની 17 વર્ષની સગીરાનો છેલ્લા બારેક માસથી ચરાડું ગામનો કિરણ બળદેવજી ઠાકોર અવારનવાર પીછો કરીને હેરાન કરતો હતો.આરોપી સગીરા પાસે બીભત્સ માગણી કરીને તેનો હાથ પકડીને અડપલાં કરતા હતો.અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.ભોગ બનનાર સગીરાએ આ અંગે પોતાના પરિવારને સમગ્ર મામલે જાણ કરતા આખરે સગીરાના પિતાએ યુવક સામે લાઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.