મહેસાણાના મંડાલી નજીક રોડની સાઈડમાં ઉભેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી, મુસાફરોમાં દેકારો બોલી ગયો

મહેસાણા
મહેસાણા

મહેસાણા અમદાવાદ હાઇવે પર દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.હાલોલ ડેપોમાંથી GJ18Z3119 નંબરની સરકારી બસ પેસેન્જર ભરી હાલોલ પાવાગઢ થઈ થરાદ ડેપોમાં જવાનું હતું. એ દરમિયાન અમદાવાદ એસ.ટી.ડેપો ખાતે આવી ત્યાંથી થરાદ ડેપો જવા રવાના થઈ ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ મંડાલી ગામ પાસે સોમેશ્વર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે પહોંચતા એસ.ટી ખાતાની લાઈન ચેકિંગ બોલરો આવતા બસ સાઈડમાં કરાવી હતી.

બાદમાં ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન બસની પાછળથી એક ટ્રકે ટક્કર મારતા બસમાં બેસેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.બાદમાં તપાસ કરતા GJ18AE9613 ટ્રકના ડ્રાઇવર ટક્કર મારી હતી અકસ્માત માં બસને 30 હજાર રૂપિયાનું નુકસાન જતા ડ્રાઇવર લાઘણાજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.