માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયામાં એરંડામાં મણે 20 રૂપિયાનો વધારો થતા 8000 બોરીની આવક થઈ

મહેસાણા
મહેસાણા

આવકમાં વધારો:કડી માર્કેટ યાર્ડમાં એક અઠવાડિયામાં એરંડામાં મણે 20 રૂપિયાનો વધારો થતા 8000 બોરીની આવક થઈ, ઘઉંની સિઝનમાં શરૂઆતથી 4000 બોરીની આવક

કડી ખેતીવાડી ઉત્પન્ન બજારમાં આજરોજ એરંડા ઘઉં સહિતની ખરીફ પાકોનો આવકમાં વધારો જોવા મળ્યો હતો. કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં ખેડૂતો પોતાના ખેતરમાં પકાયેલ ખરીફ પાક લઈને કડી માર્કેટ ખાતે આવી પહોંચ્યા હતા. અગાઉ બે સળંગ રજાઓ આવતા આજરોજ કડી માર્કેટ યાર્ડમાં ખરીફ માલનો એકાએક વધારો જોવા મળ્યો હતો. કડી માર્કેટ યાર્ડમાં ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા હતા.

કડી માર્કેટ યાર્ડમાં એરંડા, ઘઉં સહિતની ખરીફ પાકોની આવક જોવા મળી હતી. કડી જોટાણા, બેચરાજી, વિરમગામ, સાણંદ, બાવળા જેવા અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો મોટા પ્રમાણમાં કડી માર્કેટ યાર્ડમાં આવતા હોય છે. પોતાના ખેતરમાં પકાયેલ ખરીફ પાક લઈને જ્યાં એકાએક સોમવારે કડી માર્કેટ યાર્ડમાં આવકમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે સોમવારે કડી માર્કેટ યાર્ડમાં એરંડાની 8000થી પણ વધુ બોરીની આવક જોવા મળી હતી. તેમજ ઘઉંની 4000થી પણ વધુ બોરીની આવક જોવા મળી હતી. ઘઉં તેમજ એરંડાના સારા ભાવ પડતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

કડી તાલુકો તેમજ કડીના આજુબાજુ પંથકના તાલુકાના મોટા પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાનો ખરીફ પાક લઈને આવે છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં કડી માર્કેટ યાર્ડ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સાથે સાથે કડી ગ્રામ્ય વિસ્તાર તેમજ આજુબાજુના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટા પ્રમાણમાં કપાસ, ઘઉં, એરંડા, બાજરી જેવા પાકુંનું વધુ પડતું વાવેતર થતું હોય છે. જેથી હંમેશા કડી માર્કેટમાં આવક જોવા મળતી હોય છે. સોમવારે કડી માર્કેટમાં એરંડાની 8000 બોરીની આવક જોવા મળી હતી. તેમજ એરંડામાં ઊંચામાં 1150થી 8085ના ભાવ જોવા મળ્યા હતા.

તેમજ માર્ચ મહિનામાં ઘઉંની સીઝન કડી માર્કેટમાં જોવા મળતી હોય છે. ત્યારે સીઝનની શરૂઆતથી જ 80થી વધુ વાહનો લઈને ખેડૂતો ઘઉં લઈને આવી પહોંચ્યા હતા. જ્યારે 4000 બોરીની ઘઉંની આવક જોવા મળી હતી. સાથે સાથે ઘઉમાં ઊંચામાં 500થી 650 સુધીના ભાવ પડ્યા હતા.

કડી માર્કેટ યાર્ડમાં આવેલ જય જલારામ ટ્રેનિંગના વ્યાપારી જણાવ્યું હતું કે, અગાઉના દિવસોમાં ઘઉંની આવકમાં વધારો જોવા મળશે. તેમજ તેમજ એરંડામાં તેજી થવાની શક્યતા જોવા મળી રહી છે. ગયા વીક કરતા આ વીકની અંદર શરૂઆતથી જ 2000 બોરીથી પણ વધુ બોરીની આવક જોવા મળી છે. તેમજ 15થી 20 રૂપિયાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.