ઉત્તર ગુજરાતના 48 પૈકી 41 તાલુકામાં અઢી ઇંચ સુધી કમોસમી વરસાદ, વીજળી અને ઝાડ પડતાં 7 વ્યક્તિઓનાં મોત

મહેસાણા
મહેસાણા

ઉ.ગુ.ના 48 પૈકી 41 તાલુકાઅોમાં (85% વિસ્તાર) કમોસમી વરસાદ થયો હતો. છેલ્લા 13 વર્ષમાં ત્રીજીવાર નવેમ્બરમાં વરસાદ પડ્યો છે. અા પહેલાં 2019 અને 2021માં થયો હતો. વીજળી અને ઝાડ પડવાથી 7 વ્યક્તિઓ અને 50 પશુઅોનાં મોત થયાં છે. મહેસાણા જિલ્લામાં વીજળી પડતાં કડીના શિયાપુરાના સંજય વિષ્ણુજી ઠાકોરનું અને વિજાપુરના સોખડા પાસે રિક્ષા ઉપર ઝાડ પડતાં દેવડા ગામના રિક્ષાચાલક જીતેન્દ્ર પરમારનું મોત થયું હતું.

પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના વાછલવા ગામે ઘાસચારો લેવા ગયેલી આરતીબેન હિંમતજી ઠાકોર (18)નું, બનાસકાંઠામાં ડીસાના કુચાવાડાના પ્રકાશ બાબુભાઈ પરમાર (20)નું આરખી ગામે સેંટિંગનું કામ કરતાં સમયે, વાવના મોરીખામાં રાજલબેન હિંગોળભાઈ ઠાકોર (7)નું અને દિયોદરના કુવારવામાં રૂપાભાઈ વિહાભાઈ માજીરાણા (25)નું, તો સાબરકાંઠામાં ઈડરના કાબસો ગઢામાં કમળાબેન મગનભાઈ પરમાર (55)નું વીજળી પડતાં મોત થયું હતું. ભાભર, ડીસા અને વારાહી પંથકમાં કરા પડ્યા હતા.

જોટાણામાં રવિવારે ચુંવાળ બેતાલીસ પ્રજાપતિ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વડીલ વંદના સમારોહનું સમાજની વાડીમાં આયોજન કરાયું હતું. સવારે 9.30 વાગે કાર્યક્રમ શરૂ થયો ત્યાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં કાર્યક્રમમાં વિક્ષેપ પડતાં તાબડતોડ કાર્યક્રમ શેડ નીચે શિફ્ટ કરાયો હતો.10.45 વાગે ભારે પવનમાં સમારોહ માટે બાંધેલ મંડપ તૂટી પડ્યો હતો. જોકે, પવન શરૂ થતાં જ બધા મંડપમાંથી બહાર નીકળી ગયા હોઇ કોઇ જાનહાનિ થઇ નથી.

અરબી સમુદ્રમાં બનેલ સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ભરશિયાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. જોકે, હવામાન વિભાગની આગાહી મુજબ, સોમવારે આ સિસ્ટમ નબળી પડતાં વરસાદનું જોર ઘટશે. હવામાં ભેજનું પ્રમાણ વધતાં સોમવાર સવારે ધુમ્મસ છવાશે. આગામી 5 દિવસમાં ઠંડી 4-5 ડિગ્રી વધશે.

માવઠાનું વાતાવરણ બનતાં રવિવારે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 20.8 થી 21.8 ડિગ્રી વચ્ચે રહ્યો હતો. તેવી જ રીતે દિવસનું તાપમાન 23.3 થી 24.4 ડિગ્રી રહ્યું હતું. જે શનિવારે 32.5 ડિગ્રી હતું. સાથે કલાકે 11 કિમી ઝડપે પવન ફૂંકાતાં તાપમાન 8 ડિગ્રી સુધી ઘટી જતાં માઉન્ટ આબુ જેટલી ઠંડીનો અનુભવ થયો હતો.

માવઠાથી દિવસનું તાપમાન 8 ડિગ્રી ઘટતાં કાતિલ ઠંડી પડી

તાલુકો મીમી

ભાભર 63

રાધનપુર 61

સાંતલપુર 57

પાલનપુર 43

વિસનગર 40

ડીસા 38

મોડાસા 36

વાવ 35

કાંકરેજ 31

દિયોદર 28

ધાનેરા 26

દાંતા 24

વિજાપુર 24

સરસ્વતી 22

વડગામ 20

કડી 20

થરાદ 18

મહેસાણા 18

અમીરગઢ 17

પાટણ 17

લાખણી 14

ખેડબ્રહ્મા 14

હિંમતનગર 14

પ્રાંતિજ 14

સુઇગામ 13

જોટાણા 13

સિદ્ધપુર 12

ઇડર 12

ધનસુરા 12

વડનગર 10

ભિલોડા 10

મેઘરજ 10

વિજયનગર 09

ચાણસ્મા 08

પોશીના 08

બાયડ 08

દાંતીવાડા 07

ઊંઝા 06

તલોદ 06

સમી 05

બહુચરાજી 05


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.