મહેસાણા પાલિકાનું 46.55 લાખનું બજેટ મંજૂર મહત્વના નવિન પ્રોજેકટ અમલીકરણ માટે રકમ ફાળવવામાં આવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકાનું બજેટ બોર્ડ મળી હતી. આગામી વર્ષ 2024-25 માં શહેરનો વધતા વ્યાપ અને વિકાસને ધ્યાને લઈ કુલ રૂા. 243.71/- કરોડની આવક સામે રૂા. 211.25/- કરોડના ખર્ચ સહિત અંદાજીત હાથ ઉપરથી રૂા.32/- કરોડની સિલક સાથે રૂા.46.55/- લાખની પુરાંત સાથેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં મહત્વના નવિન પ્રોજેકટ અમલીકરણ માટે રકમ ફાળવવામાં આવી હતી.

રેલ્વે ઓવર બ્રિજ સહિત એક અંડર બ્રિજ, ફીઝીયો થેરાપી હેલ્થ ક્લબ, પ્લે.ગ્રાઉન્ડ ડેવલપ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી મહેસાણા-2 માં ચંદનપાર્ક ની બાજુમાં સિવિક સેન્ટર બનાવવાની કામગીરી સહિત કમ્યુનીટી હોલ, નવીન કચેરી ભવન બનાવવા સહિત રીવર ફ્રન્ટ, રીંગ રોડ સહિત ની સુવિધા મળશે તેવા એંધાણ છે જ્યારે સેનેટરી શાખા સહિતમાં કરોડો રૂપિયાનાં ખર્ચ સહિત વેરાનાં વિરોધ માં બજેટ બોર્ડ ગરમ થવા ગયું હતું.

વેરા વધારાનો શરૂઆત થી વિરોધ કોંગ્રેસે કર્યો: વિપક્ષ નેતા કમલેશ સુતરિયા એ જણાવ્યું કે, સામાન્ય સભામાં બજેટ રજૂ થયું જેમાં બજેટની ડિટેલ માહિતી અમને છેલ્લા અમયે આપવામાં આવી.પરંતુ અભ્યાસ કરતા લાગી રહ્યું છે કે બજેટમાં જે જોગવાઈ કરવામાં આવી છે.જેમાં મહેસાણામાં ઓવર બ્રિજ બનાવવામાં આવશે તો એ ઓવર બ્રિજ ક્યાં બનાવવામાં આવશે એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી.નવા કામો માત્ર મહેસાણા-2 માટે જ કરવામાં આવેલા છે. કારોબારી ચેરમેન મહેસાણા-1 ના હોય છતાં પણ મહેસાણા1 માં કાઈ નહિ. ભૂતકાળમાં પણ સારા કામો જેવા કે સિવિક સેન્ટર હોય તે મહેસાણા 2 માં લઇ જવામાં આવ્યું છે.ગયા બોર્ડમાં પ્રમુખે કહ્યું હતું કે ડોર ટુ ડોર કચરા કલેકશનનો નવો પ્રોજેકટ લાવી તેમાં 40 ટકા જેટલો ઘટાડો થશે ખર્ચની અંદર તો ગયા ટર્મની અંદર સેનેટરી શાખાનો 20 કરોડ રૂપિયા જેટલો ખર્ચ હતો અને આ 2024 -25ના બજેટમાં 30 કરોડ 70 લાખ એટલે કે 10 કરોડ નો વધારો થયો છે તો ઘટાડો ક્યાં ગયો.

તેમજ જ્યારથી હાલના સત્તાધીશો વેરો વધારાની વાત લઈ આવેલા ત્યારથી મહેસાણા કોંગ્રેસ આ વેરા વધારાનો વિરોધ કર્યો છે. અને વેરો વધારો મોકૂફ રાખવા જણાવ્યું હતું કારણ કે ભવિષ્યમાં મહેસાણા મહાનગરપાલિકામાં ગામડાઓનો સમાવેશ થવાનો છે. ગામડાઓ ને વેરો વધારાનો બહુ મોટો માર પડવા જઈ રહ્યો છે.  ત્યારે સામાન્ય સભામાં અમારી વેરો વધારો મોકૂફ રાખવાની વાત ને માન્ય રાખી હાલ વેરો વધારો લાગુ કરવામાં આવશે નહી.

5 કરોડના ખર્ચે રેલવે ઓવર/અંડર બ્રિજ

50 લાખના ખર્ચે ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવા આવશે

4.50 કરોડના ખર્ચે હેલ્થ ક્લબ બનાવવામાં આવશે

એક કરોડના ખર્ચે પ્લે,ગ્રાઉન્ડ ડેવલપ કરવામાં આવશે

50 લાખના ખર્ચે મહેસાણા2માં ચંદન પાર્ક ની બાજુમાં સિવિક સેન્ટર બનશે

5 કરોડના ખર્ચે કમયયુનિટી હોલ બનાવવામાં આવશે

5 કરોડના ખર્ચે નવીન કચરી ભવન બનાવવામાં આવશે

10 કરોડના ખર્ચે રિવર ફ્રન્ટ બનાવવાની કામગીરી

10 કરોડના ખર્ચે રીગ રોડ ડેવલપમેન્ટની કામગીરી

50 લાખના ખર્ચે મહિલાઓ માટે પોર્ટેબલ ટોયલેટ બનાવવાની કામગીરી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.