મહેસાણામાં ચાલુ વર્ષે 129 HIV પોઝિટિવ નોંધાયા

મહેસાણા
મહેસાણા

1 લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિન” નિમિત્તે દિશા યુનિટ મહેસાણા દ્વારા નર્સિંગ સ્કુલ જનરલ હોસ્પિટલ મહેસાણા તથા સાર્વજનિક BSW,MSW કોલેજ-મહેસાણાના શિક્ષકો,વિધ્યાર્થીઓ મળી અંદાજિત 250 જેટલા લોકોએ HIV,AIDS જનજાગૃતિ રેલીમાં હાજરી આપી હતી.તૃષાબેન પટેલ પ્રમુખ જીલ્લા પંચાયત, એમ. નાગરાજન ,કલેક્ટર,ડૉ.ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,મુખ્ય જીલ્લા તબીબી અધિકારી, જિલ્લા ટી.બી.-એચ.આઇ.વી. અધિકારી તથા અન્ય આરોગ્યના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી રેલીની શરૂઆત કરી હતી.દિશા યુનિટ મહેસાણા તેમજ HIV,AIDS સાથે સંકળાયેલ સંસ્થાઓનો સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફે હાજર રહી રેલીના કાર્યક્રમને વધુ સફળ બનાવી,સદર રેલી જીલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરી ફુવારા સર્કલ થઇ છેલ્લે તોરણવાળી ચોકમાં માનવ સાંકળ બનાવી,સુત્રોચ્ચાર કરી સામાન્ય જન સમુદાયમાં HIV,AIDSનો સંદેશો આપવામાં આવેલ હતો. રેલી દરમ્યાન સુત્રોચ્ચાર,IEC વિતરણ,ઓટો રીક્ષામાં IEC પ્રદર્શન અને માઇક દ્વારા સુત્રોચ્ચાર કરી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ્યો હતો.


મહેસાણા જિલ્લામાં વર્ષ 2021-22માં જનરલ લાભાર્થીઓની 89543 એચઆઇવી તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી 182 લોકો એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ છે જ્યારે સગર્ભા મહિલાઓની 49862 એચઆઇવી તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી 16 સગર્ભા મહિલાઓ એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ છે.વર્ષ 2022-23માં જનરલ લાભાર્થીઓની 103305 એચઆઇવી તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી 206 લોકો એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ છે જ્યારે સગર્ભા મહિલાઓની 54252 એચઆઇવી તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી 11 સગર્ભા મહિલાઓ એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ છે. જ્યારે ચાલુ વર્ષ(એપ્રિલ 2023 થી ઓક્ટોબર 2023) દરમ્યાન 49687 જનરલ લાભાર્થીઓની એચઆઇવી તપાસ કરવામાં આવેલ જે પૈકી 129 લોકો એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ છે જ્યારે સગર્ભા મહિલાઓની 30794 એચઆઇવી તપાસ કરવામાં આવેલ હતી જેમાંથી 4 સગર્ભા મહિલાઓ એચઆઇવી પોઝીટીવ નોંધાયેલ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.