ઉંઝામાં બમ્પ ઉપર બાઈક ઉછળતા મહિલાનું મોત

મહેસાણા
મહેસાણા 148

રખેવાળ ન્યુઝ ઉંઝા : ઉંઝા ખાતે હાઈવે પર અગીયાર ગરનાળા પાસે નવિન બનાવાયેલ બમ્પ પરથી બાઈક કુદતાં બાઈક પાછળ બેઠેલ મહિલા નીચે પડી જતાં માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું કરૂણ મોત નિપજ્યું હતું.
વિગત એવી છેકે, ઉંઝા તાલુકાના સુરપુરા ગામે રહેતા પટેલ શાંતિકુમાર ખોડીદાસ પોતાના મોટર સાયકલ પર પÂત્નને બેસાડીને ઉંઝા જવા નીકળ્યા હતા ત્યારે ઉંઝા ખાતે હાઈવે પર અગિયાર ગરનાળા પાસે હાઈવે પર તાજેતરમાંજ બનાવેલ બમ્પ પરથી નીકળતાં બાઈક કુદતા બાઈક પાછળ બેઠેલ તેમની પÂત્ન નીચે પડી ગયા હતા. જેથી માથાના ભાગે તેમને ગંભીર ઈજાઓ થતાં  તેમનું કરૂણ મોત નિપજ્યું હતું આ ઘટનાથી આસપાસના રહીશોમાં ભારે અરેરાટી ફેલાઈ હતી. આ બનાવ અંગે ઉંઝા પોલીસે  મોટર સાયકલ ચાલક શાંતિકુમાર પટેલ વિરૂધ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, અકસ્માતવાળી જગ્યાએ તાજેતરમાં જ હાઈવે પર મોટો બમ્પ બનાવવામાં આવ્યો  છે. જેના પરથી પસાર થવામાં માલ વાહક વાહનો સહિત અન્ય વાહનચાલકોને અકસ્માત  તથા વાહનોને નુકશાન થાય તેવી Âસ્થતિ બની છે. આ અંગે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સત્વરે નાનો બમ્પ બનાવે તેવી વાહન ચાલકોની માગણી ઉઠી છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.