
PM મોદી-ટ્રમ્પના કાર્યક્રમ બાદ સ્ટેડિયમના બહાર નીકળવા લોકો ધક્કામુક્કી કરી હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારોભાર પ્રશંસા કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ પોતાના ભાષણની શરૂઆત હિન્દીમાં ‘નમસ્તે’ કહીને કરી હતી. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટ્રમ્પ અને મોદીનો લગભગ એક કલાક ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ ચાલ્યો હતો. આખા દુનિયાની નજર જેના પર ટકેલી હતી તે કાર્યક્રમમાં ભાગ લેવા માટે સવારથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી હતી. ત્યારબાદ બપોરે પીએમ મોદી અને ટ્રમ્પ ૧.૪૦ વાગ્યે સ્ટેજ પર પહોંચ્યા હતા. જ્યાં બન્નેએ એક કલાક જેટલું સંબોધન કર્યું હતું.
મોટેરા સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમ કર્યા બાદ પોણા ત્રણ વાગ્યે કાર્યક્રમનું સમાપન થયું હતું. બીજી બાજુ અમદાવાદમાં આજે ૩૪ ડિગ્રી ગરમીમાં લોકો સેકાયા હતા. ૩૪ ડિગ્રી ગરમીમાં અકળાયેલા લોકો ઘરે જવા માટે ઉતાવળા બન્યા હતા. તે દરમિયાન મોટેરા સ્ટેડિયમના ત્રણેય ગેટ પર લોકો બહાર નીકળવા માટે ધક્કામુક્કી કરી મૂકી હતી.
ત્યારબાદ પોલીસ કર્મીઓએ વ્યવસ્થા જાળવવા પરસેવો પાડવો પાડ્યો હતો. થોડીવારમાં જ સ્ટેડિયમ ખાલી થઈ ગયું. તેમાં પણ પાર્કિંગ ત્રણ કિલો મીટર હોવાથી લોકોએ ગરમીમાં ચાલીને જવુ પડ્યું હતું. બીજી બાજુ મોટેરા સ્ટેડિયમમાં અંદર કંઈ પણ વસ્તુ લઈ જવા માટે પ્રતિબંધ હતો, જેથી કાર્યક્રમમાં આવેલા લોકોએ ભૂખે તરસે અકળાયા હતા. તેઓ સ્ટેડિયમની બહાર નીકળતા જ રસ્તામાં આવતી તમામ નાસ્તાની દુકાનો પર પહોંચી ગયા હતા. કાર્યક્રમમાં માત્ર છાશ અને પાણીની જ વ્યવસ્થા હતી. જેથી લોકોએ નાસ્તાની દુકાન પર લાઈન લગાવી હતી