૪૪ લાખનું સોનું ખરીદી પૈસા ન ચૂકવનાર બે સોની વેપારી સામે જ્વેલર્સની ફરિયાદ

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ નવરંગપુરામાં સોની વેપારી પાસેથી રાજસ્થાનના જોધપુરના બે વેપારી નોટબંધી સમયે રૂ.૪૪ લાખના દાગીના ખરીદી હમણાં નોટબંધી ચાલે છે ઈન્કમટેક્સના કામમાં રોકાયા હોવાના બહાને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચરતા બંને વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.મોટાભાગે રામલાલ સન્સના સંચાલકો તેમનું પેમેન્ટ ચેકથી આપતા હતાનવરંગપુરામાં મરડિયા પ્લાઝાની બાજુમાં ટેન ઈલેવન કોમ્પલેક્સમાં અષ્ટમંગલ નામથી સોનાના દાગીનાનો વેપાર કરતા યજ્ઞેશકુમાર ગાંધી સાથે રાજસ્થાનના જોધપુરના મોચી માર્કેટમાં રામલાલ એન્ડ સન્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા શૈલેષ સોની તથા વિનય રામલાલ સોની સાથે સોનાના દાગીનાનો વેપાર ચાલતો હતો. મોટાભાગે રામલાલ સન્સના સંચાલકો તેમનું પેમેન્ટ ચેકથી આપતા હતા. આમ યજ્ઞેશકુમારને તેમના પર વિશ્વાસ હતો. દરમિયાન ૨૦૧૯માં શૈલેષ અને વિનય સોની અમદાવાદ આવ્યા હતા અને તેમની દુકાનેથી ૬૫ નંગ સોનાની ચેઈનો,બ્રેસલેટ અને અન્ય દાગીના મળી કુલ રૂ. ૪૪ લાખનો માલ લઈ ગયા હતા. ત્યારબાદ રામલાલ સન્સના સંચાલકોની દાનત સારી ન લાગતા યજ્ઞેશકુમાર જોધપુર ગયા હતા, જ્યાં બંને ભાઈઓએ કહ્યું હતું કે, હમણાં નોટબંધીની નોટિસ આવી હોવાથી ઈન્કમટેક્સના કામમાં રોકાયેલા છીએ. આથી તમે અમારો ચેક ચોથી જાન્યુઆરી આસપાસ ભરી દેજો.દરમિયાન યજ્ઞેશકુમારે ચેક બેંકમાં ભરતા ચેક રિટર્ન થયો હતો. આ અંગે તેમણે રામલાલ એન્ડ સન્સના સંચાલકો વિનય તથા શૈલેષ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.ચેક આપ્યા બાદ વકીલની નોટિસ મોકલીયજ્ઞેશકુમાર પાસેથી રૂ.૪૪ લાખના દાગીના લીધા પછી ચેક આપ્યા હતા.રામલાલ સન્સના સંચાલકોએ તેમને નોટિસ મોકલી હતી કે,તમને સિકયુરિટી પેટે ચેક આપ્યો છે અને અમારે તમને કોઈ રકમ આપવાની રહેતી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.