‘હું તને કબીરસિંહની સ્ટાઈલમાં મારી બનાવીશ’ સ્કૂલગર્લને તાબે કરવાની ઘેલછા વલસાડના યુવકને ભારે પડી

ગુજરાત
ગુજરાત

હમણાં જ સુપરહિટ થયેલું કબીરસિંહ ફિલ્મ દરેક યુવાન અને યુવતીઓનાં માનસપટ પર છવાયેલું છે. અને આજે અનેક છોકરાઓ પોતાને કબીરસિંહ સમજવા લાગ્યા છે અને કબીરસિંહની સ્ટાઈલો પણ માર્યા કરે છે. પણ આવી જ કબીરસિંહની સ્ટાઈલ મારવી વલસાડના એક યુવાનને ભારે પડી ગઈ હતી. વલસાડના યુવાને સ્કૂલગર્લને મેસેજ કર્યો હતો કે હું તને કબીરસિંહની જેમ બળજબરીથી મારી બનાવી દઈશ. જે બાદ પોલીસ ફરિયાદ થતાં યુવાનને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.
 
ઘટનાની વિગતમાં વાત કરીએ તો, વલસાડના પારડીમાં રહેતો સ્મિત પટેલ શાળાએ જતી છોકરીઓની પજવણી કરતો હતો. તેવામાં એક સ્કૂલગર્લ પર સ્મિત પટેલ દિલ આપી બેઠો હતો. તે અવારનવાર સ્કૂલગર્લને હેરાન કરતો, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરતો એટલું જ નહીં પણ સ્કૂલગર્લ પાસે તે બિભત્સ માગણીઓ પણ કરતો. સ્કૂલગર્લ આ બધો ત્રાસ સહન કરતી હતી.
 
પણ પછી સ્મિતની હિંમત વધારે ને વધારે ખૂલતી ગઈ. બિભત્સ માગણીઓ બાદ સ્મિત સ્કૂલગર્લની શારીરિક છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાથી ગભરાયેલી સ્કૂલગર્લે પોતાના પરિવારને આ મામલે જાણ કરી. પરિવાર અને ગામનાં લોકોએ સ્મિતને સમજાવવાનો પ્રયાસ કર્યો. પણ આપણા અહીં થાય છે એમ રાજકીય વગ ધરાવતાં આ યુવાન પર સમજાવટની કોઈ જ અસર ન થઈ. અને તેણે સ્કૂલગર્લને પરેશાન કરવાનું ચાલું જ રાખ્યું. જેના કારણે કંટાળેલી સ્કૂલગર્લે અંતમાં પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 
સ્કૂલગર્લની ફરિયાદને આધારે પારડી પોલીસે આરોપી સ્મિત પટેલ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ યુવાન દ્વારા પીડિતાને વારંવાર ુરટ્ઠંજટ્ઠpp મેસેજ કરી પજવણી કરવામાં આવતી હતી અને છેલ્લે હદ તો ત્યારે થઈ ગઈ કે, આ યુવાને પીડિતાને પોતે કબીર સિંહ ફિલ્મમાં હિરોઈન સાથે હીરો બળજબરી કરે છે તેવી જ રીતે આ યુવતીને તાબામાં લઇ ને પોતાની બનાવવા કઈ પણ કરશે તેવો મેસેજ કર્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.