હાર્દિકને જેલમાંથી બહાર કાઢવા પાસની બેઠક, પત્નીએ કહ્યું- હજુ આપણે એક નથી થયા

ગુજરાત
ગુજરાત

 
રાજદ્રોહ કેસમાં કોર્ટમાં હાજર ન થતાં જેલમાં બંધ હાર્દિક પટેલ સહિત અન્ય પાટીદાર યુવાનો પર કરવામાં આવેલાં ખોટા કેસો મામલે અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિર બાદ હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, પાસ સમિતિ નહીં મારો પરિવાર છે. હાર્દિક અને અલ્પેશ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે.
   
અમદાવાદમાં યોજાયેલ ચિંતન શિબિરમાં અલ્પેશ કથીરીયા, મનોજ પનારા, જયેશ પટેલ, ગીતા પટેલ, સહીત તાલુકા અને જિલ્લાના કન્વિનરો સામેલ થયા હતા. આ મીટિંગ હાજર રહેલા હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે જણાવ્યું કે Pass માત્ર સમિતિ જ નહીં પણ મારો પરિવાર છે. ૪ વર્ષમાં જે સફળતા મળી એનો લાભ તમામ સવર્ણ સમાજ લઈ રહ્યો છે. પણ લાભ જે રીતે મળવો જોઈએ પહોંચ્યા નથી. પરંતુ હજુ હાર્દિક અને અલ્પેશ કથીરિયા પર સરકાર ખોટા કેસ કરે છે. કઈ રીતે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે એ આપ સૌ જાણો છો. પરંતુ હજુ આપણે એક નથી થયા, ક્યાંય ક્યાંક મતભેદ છે. આપણા મંતવ્ય અલગ હોઇ શકે અને મંજિલ તો એક જ હોવી જોઈએ. ભેગા થઈને લડીશું તો સમાજને ન્યાય અપાવી શકીશું. અલગ અલગ રહીશું તો બે બિલાડીના ઝઘડામાં વાંદરૂ ફાવી જશે. આપણે સડી નહિ પણ સાવરણી બનીને લડવાનું છે. એક થઈને મતભેદ દૂર કરીને લડીએ.
 
તો આ મામલે પનારાએ જણાવ્યું કે, જરૂર પડશે તો ૨૦૧૫ જેવું આંદોલન ૨૦૨૦માં કરીશું. એટલું જ નહીં તાલુકા-જિલ્લા પંચાયતમાં કાર્યકરો ચૂંટણી લડશે તેવું પણ પનારાએ જણાવ્યું હતું. સાથે પાસ દ્રારા જણાવવામાં આવ્યું કે, ૨૦૧૫નો એક કેસ છે, જેમાં વસ્ત્રાપુરમાં કેસ થયો તો પછી બીજી જગ્યાએ એ વ્યક્તિ ક્યાંથી હોય? સરકાર છેલ્લા ૩૦ દિવસથી એક્શનમોડ પર આવી છે. ૨૦૨૦માં હાર્દિક પટેલના સમગ્ર ગુજરાતમાં પ્રવાસ થયા તેનાથી સરકારને મુશ્કેલી પડે છે. આગામી સમયમાં તારીખ નક્કી કરીને તમામ જિલ્લા અને તાલુકા મથકે એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેની સાથે સાથે જે લોકોએ મધ્યસ્થતા કરી છે તેમની મુલાકાત પણ લઈ ચર્ચા કરવામાં આવશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.