સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ હાઈવે ઈકો કારમાં આગ લાગત, એક મહિલાનું મોત, ૬ લોકોનો બચાવ.

ગુજરાત
ગુજરાત

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-લીંબડી હાઈવે પર આવેલા પાણશીણા પાસે ઇકો કારમાં આગ લાગી હતી. જેમા ગૂંગળાઇ જતાં એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે ૬ લોકોનો આબાદ બચાવ થયો છે. વહેલી સવારે લીંબડી હાઈવે પર પાણશીણા પોલીસ ચોકી સામે જ ઇકો કારમાં આગ લાગી હતી. આગના કારણે કારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને કારના દરવાજા પણ લોક થઈ ગયા હતા. પોલીસ ચોકીમાં બેઠેલા પોલીસકર્મીઓ તરત જ દોડી ગયા હતા અને કારના કાચ તોડી દરવાજા ખોલી લોકોને બહાર કાઢ્યા હતા. ૭માંથી ૬ લોકોને બહાર કાઢી જીવ બચાવી લીધા હતા જો કે એક મહિલાનું ગૂંગળાઈ જવાથી મોત થયું હતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.