
સુરતમાં વિદ્યાર્થિનીનું ૩ શખ્સોએ કારમાં અપહરણ કરી એસિડ ફેંકી મારી નાંખવાની ધમકી આપી
સુરતઃ કતારગામ વિસ્તારમાં રહેતી અને ઘો-૧૦માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલેથી છુટ્ટીને ઘરે આવતા રસ્તામાં જય ખોખરીયા સહિત ૩ નરાધમોએ કારમાં અપહરણ કર્યુ હતું. હવસખોરોએ સગીર વિદ્યાર્થિનીને ખેતરમાં બનાવેલી રૂમમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. એટલું જ નહિ નરાધમોએ વિદ્યાર્થિનીના મોબાઈલમાં ફોટા પાડી કોઈને જાણ કરશે તો ફોટો વાઈરલ કરી મોઢા પર એસિડ ફેંકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ છ મહિના પહેલા બન્યો હતો. હાલમાં બે દિવસ પહેલાની વાત કરીએ તો ૨૬મી તારીખે જય ખોખરીયા તેના એક મિત્ર સાથે વિદ્યાર્થિની પીછો કરી ફોટા બતાવી ધમકાવી હતી. ત્યાર બાદમાં બીજા દિવસે બન્ને પાછા આવી વિદ્યાર્થિનીનો હાથ પકડીને તેને જબરજસ્તી બાઈક પર બેસાડી અપહરણ કરવાની કોશિશ કરી હતી.પરંતુ વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરતા બન્ને રસ્તામાં છોડી ભાગી ગયા હતા.
આ અંગે વિદ્યાર્થિનીએ કતારગામ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેના આધારે પોલીસે હવસખોર જય ખોખરીયા અને તેના બે સાગરિતો સામે ગેંગરેપ સહિતનો કલમો હેઠળનો ગુનો નોંધ્યો છે. હાલમાં ત્રણેય ફરાર છે, જેને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શનિવારે સગીરાનું મેડિકલ પરીક્ષણ નવી સિવિલમાં કરાવ્યું હતું. વધુમાં પોલીસે જણાવ્યું ત્રણેય આરોપી ફરાર છે. જેમાં મુખ્ય સૂત્રધાર જય ખોખરીયા કતારગામ આંબાતલાવડી વિસ્તારમાં રહે છે અને તે ટેક્ષટાઇલમાં નોકરી કરે છે અને પરિણીત છે. હાલમાં આરોપીને પકડવા માટે સૌરાષ્ટના જસદણમાં તેમજ અન્ય કેટલાક ઠેકાણે ટીમો રવાના કરી છે. ટૂંકમાં નજીકના દિવસોમાં પોલીસ આરોપીને પકડી લાવશે.