
સુરતમાં વધુ એક પોઝિટિવ કેસ, રાજ્યમાં કોરોનાના કુલ ૭૦ દર્દી, અત્યાર સુધીમાં ૬ના મોત
અમદાવાદ
સુરતમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોનાના ૭૦ દર્દી થઈ ગયા છે.આ પહેલા મોડી રાત્રે ભાવનગરમાં ૫ અને અમદાવાદમાં ૧ કેસ પોઝિટિવ આવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાને કારણે ૬ લોકોના મોત થઈ ગયા છે અને સ્વસ્થ થતા ૪ લોકોને રજા આપવામાં આવી છે. જ્યારે આજે ભાવનગરના જેસમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, લોકો હજુ પણ લોકડાઉનનું પાલન કરતા નથી. કેટલાક લોકો એક બે ટામેટા લઈને બહાર નીકળે છે. ખોટા બહાના કરનારનું વાહન જપ્ત થશે. કેટલાક નાગરિકો ૧૦૦ અને ૧૧૨ નંબર પર મદદ લઈ શકે. કોઇ ક્રિકેટ રમે છે, કોઇ ફરવા નીકળે છે. આવા લોકો સામે કર્યવાહી કરવામાં આવશે. પોલીસકર્મીઓને જણાવવાનું કે પોતાની ફરજ દરમિયાન મગજ શાંત રાખીને અને સંવેદનશીલ બનીને કામ કરે.