સુરતમાં લીપ યરની પાર્ટીમાં દારૂ પુરો પાડનાર ઝડપાયો, ૩૯ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતાં

ગુજરાત
ગુજરાત

સુરતઃડુમસ રોડ પર એરપોર્ટની સામે આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ૫૨ લોકોને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા હતાં.પાર્ટીમાં દારૂ પુરો પાડનાર બિપીન પટેલની પોલીસે ધરપકડ કરી હતી. બિપીન પાસે ૪ યુનિટ દારૂની પરમીશન છે આ દારૂ વેચ્યો હોવાથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આજે ૩૯ નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કરાયા હતાં. જેથી કોર્ટે તમામને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.
 
રવિવારે ૩૯ નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા હતાં.પ્રોહિબિશનના ગુનામાં એક સાથે ૩૯ નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ અંશતઃ પ્રથમ ઘટના હતી. આ રિમાન્ડ પુરા થતાં જ પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તમામને જામીન ન આપી જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલીને એક ઉદાહરણ પરૂં પાડવામાં આવે તેવી દલીલ રજૂ કરી હતી. જેથી કોર્ટે એ દલીલ માન્ય રાખીને તમામને જ્યુડિશિયલ કસ્ટડીનો ઓર્ડર કર્યો હતો.
 
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, ગગન ઢીંગરા નામના યુવકે ૧૪ હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. આ ફાર્મ હાઉસ પારસીની માલિકીનું છે. પકડાયેલા નબીરાઓ કાપડ-વિવર્સ, બિલ્ડર અને હીરા ઉઘોગ સાથે સંકળાયેલા છે. જયારે યુવતીઓમાં એક ટીચર, પેઇન્ટર, બ્યુટી પાર્લર સંચાલિકા અને બાકીની અન્ય યુવતીઓ અભ્યાસ કરે છે.
 
ચાર પેટીની બિયરના ટીન અને ૩ વિદેશી દારૂની બોટલોની વ્યવસ્થા ગગનએ કરી હતી. પકડાયેલો વિદેશી દારૂ પૈકી મોટેભાગના દારૂ પરમિટનો છે. જેમાં કેટલીક દારૂની બોટલો ગવિયરમાંથી બિપીન પટેલ પાસેથી લવાઈ હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.