સુરતમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય તરૂણીએ ‘I hate My life’ લખી ફાંસો ખાધો

ગુજરાત
ગુજરાત

સુરતઃ પલસાણા તાલુકાનાં બલેશ્વર ખાતે રહેતી અને પલસાણા ડી.બી.હાઈસ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી સગીરાએ જીવનથી કંટાળીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પલસાણા પંથકમાં ચકચાર મચી ગઈ છે. સગીરાએ આત્મહત્યા કરતાં પહેલા ઇંગ્લિશમાં ત્રણ પાનાની સુસાઇડ નોટ પણ લખી હતી જે મળી આવી છે. જેમાં એક પેજમાં ‘I hate life’ લખ્યું હતું.
 
સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર બલેશ્વર ઇસ્લામ ફળિયામાં રહેતી અને પલસાણા ડી.બી.હાઈસ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય સગીરાની હાલમાં સ્કૂલમાં ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા હોવાથી તેમને શાળામાં રજા આપવામાં આવી હતી. જેથી તે ઘરે હતી. સગીરાની માતા સુરત નોકરીએ ગઈ હતી અને તેનો નાનો ભાઈ પણ ઘરે હાજર ન હતો. દરમિયાન તેણે ઘરે એંગલ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સગીરાએ આત્મહત્યા કરતાં પહેલા પોતાની નોટબુકમાં ત્રણ પાનાની અંગ્રેજીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં ‘I hate life’ કરીને પોતે જિંદગીમાં કંટાળી ગઈ હોવાનું લખ્યું હતું.
 
સગીરાના પિતાએ થોડા સમય પહેલાં એની માતા સાથે છૂટાછેડા લઈ લેતા સગીરા અને તેનો નાનો ભાઈ તેમજ માતા પોતાના મામાના ઘરે બલેશ્વર રહેતા હતા. માતા પિતાના છૂટાછેડાને લઇ સગીરા તણાવમાં હતી. જેથી આ પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ તો પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
સગીરાએ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી લાઈફની દર્દભરી કહાની બૂકમાં લખી છે. મને ભગવાને લાઈફ તો આપી છે પણ મારી લાઈફમાં મારી ફિલિંગ સમજનાર આપ્યો નથી. મને એક પરિવાર પણ આપી છે પણ મારી લાઈફમાં કોઈનો પ્રેમ લખ્યો નથી. મારા પરિવારે મોંધા કપડા અને સારી જગ્યાઓ બતાવી છે પણ બસ તે પ્રેમ આપવાનું ભૂલી ગયા, મારે કંઈ નથી જોઈતું પ્રેમ જ જોઈએ છે. જોકે, મારી લાઈફમાં પ્રેમ લખ્યો જ નથી. મને તો લાગે છે કે, ભગવાન છે કે નહીં, જો છે તો તેણે મારી ફિલિંગને કેમ ન સમજી, મારૂ દર્દ કેમ તેના સમજમાં આવતું નથી. પહેલા મારા પિતા છિનવી લીધા પછી મારી ખુશી. હું પુરી રીતે તૂટી ગઈ છું. હું દરરોજ રડું છું એવિચારીને કે એક દિવસ મારા આસું ખુશીમાં બદલશે. જોકે, નહીં આવું ક્યારેય થશે નહીં. કેમ કે મારી લાઈફમાં ક્યારેક ખુશી લખેલી જ નથી. તે માત્ર ઉપર બેસી મારી લાઈફ અને મારા આશુંનો મજાક બનાવી રહ્યા છે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.