સુરતના મોટા વરાછા બ્રીજ પરથી તાપી નદીમાં કુદેલી કિશોરીને રિક્ષા ચાલકે બચાવી લીધી

ગુજરાત
ગુજરાત

સુરતઃ મોટા વરાછા વિસ્તાર અને વરાછાને જોડતા સવજી કોરાટ બ્રીજ પર એક અંદાજે ૧૩ વર્ષની કિશોરીએ તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો.કિશોરીને કુદતી જોઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલકે રિક્ષાને બ્રીજ પર રાખી દઈને તાપી નદીમાં કુદયો હતો. જેમાં કિશોરીને બચાવી લેવામાં આવી હતી. આ દરમિયાન ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ આવી ગઈ હતી. જેમણે કિશોરીને હોસ્પિટલ ખસેડી હતી.
 
સવજી કોરાટ બ્રીજ પર બપોરના સુમારે એક ૧૩ વર્ષની દેખાતી કિશોરી કોઈક અગમ્ય કારણોસર તાપી નદીમાં કુદી ગઈ હતી. જેથી તેની પાછળથી પસાર થઈ રહેલા રિક્ષા ચાલક અજીત પાલે પણ કિશોરીને બચાવવા માટે તાપી નદીમાં કુદકો લગાવ્યો હતો. બાદમાં કિશોરીને બચાવીને કાંઠે લાવ્યો હતો. બાદમાં ઘટના સ્થળે પહોંચી ગયેલા ફાયરબ્રિગેડ અને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી કિશોરીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રિક્ષા ચાલક અજીત પાલે જણાવ્યું હતું કે, વધુ વિચારવાનો સમય નહોતો. જેથી તાત્કાલિક જે સુઝ્યુ તે પ્રમાણે કુદકો લગાવીને કિશોરીને બચાવવાની કોશિષ કરી હતી તેમાં સફળતા મળી હતી. જો કે કિશોરી બેભાન થઈ ગઈ હોવાથી આપઘાતના પ્રયાસનું કારણ જાણી શકાયું નહોતું.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.