સુરતના જ્વેલર્સે ટ્રમ્પ-મોદીની તસવીર વાળી સોનાની નોટ બનાવી, કિંમત બે હજારથી લઈને અઢી લાખ સુધી

ગુજરાત
ગુજરાત

સુરતઃ આજે અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવકારમાં ગુજરાતીઓ આતુર છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા ટ્રમ્પના આગમનને લઈને ગોલ્ડ, સિલ્વર અને પ્લેટિનિયમની નોટ તૈયાર કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર પણ મૂકવામાં આવી છે અને સાથે જ નમસ્તે ટ્રમ્પ પણ લખવામાં આવ્યું છે. જેની કિંમત બે હજારથી લઈને અઢી લાખ સુધીની છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ભાગ લેવા અમદાવાદ આવી રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ માત્ર અમદાવાદ જ નહીં સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતના એક જ્વેલર્સ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઇ ખાસ સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનિયમની નોટો તૈયાર કરવામાં આવી છે. નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ નોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સાથે વેલકમ ટ્રમ્પ અને નમસ્તે ટ્રમ્પ લખી સ્વાગત કરવામાં આવ્યું છે.લગ્નસરાની સિઝનમાં લોકો ગોલ્ડ અને સિલ્વરની નોટની ખરીદી કરતા હોય છે. જોકે, સુરતના જ્વેલર્સે નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટને ધ્યાનમાં રાખી સોના, સિલ્વર અને પ્લેટિનિયમ નોટ તૈયાર કરી છે. જેની કિંમત બે હજારથી લઈને અઢી લાખ સુધીની છે. હવે ગુજરાતમાં ટ્રમ્પની આવવાની રાહ જોવાઈ રહી છે.જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું હતું કે, હાલ નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટના કારણે આ નોટોની ડિમાન્ડ બજારમાં વધી છે. લોકો પોતાની બજેટને અનુસાર આ નોટ ખરીદી રહ્યા છે. સાથે તેઓ બે નોટો એક નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી ડોનાલ્ડ ટ્રમ્પને ભેટ કરશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.