
સંસદ : દિલ્હી હિંસા પર ચર્ચા કરવાની માંગ અંગે રાજ્યસભામાં હોબાળો, ગૃહની કાર્યવાહી ૧૧ માર્ચ સુધી સ્થગિત; કોંગ્રેસના દેખાવો
નવી દિલ્હીઃ સંસદ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ પણ હોબાળા ભરેલો રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષે ભારે હોબાળો કર્યો, જેના કારણે સભાપતિ વેંકૈયા નાયડૂએ 11 માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ પહેલા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવ કર્યા હતા. ‘ગૃહ મંત્રી રાજીનામુ આપો’અને ‘દિલ્હીને ન્યાય આપો’ના નારા લગાવ્યા હતા.કોંગ્રેસ સહિત વિપક્ષ દિલ્હી હિંસા પર ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ વિપક્ષ સતત દિલ્હી હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી 11 માર્ચે લોકસભા અને 12 માર્ચે રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા કરાવવાની વાત કહી ચુક્યા છે. 2 માર્ચથી શરૂ થયેલા સત્રમાં સતત કાર્યવાહીમાં અડચણો આવી રહી છ