શિક્ષણ / ૨૦૨૧થી ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અંતમાં લેવાશે
૨૦ એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે ૨૦૨૧થી બોર્ડની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરી બાદ અને ૧ માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં જ આપવી પડશે.ઝ્રમ્જીઈના પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ તારીખો નક્કી થઈ શકે છે૨૦૨૧ માટે પરીક્ષાની તારીખોની અંતિમ જાહેરાત બોર્ડની શૈક્ષણિક સમિતિની મિટિંગ બાદ કરાશે. શૈક્ષણિક કેલેન્ડરમાં ફેરફારથી બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ બદલશે. ૨૦૨૧થી માર્ચને બદલે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાશે.બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાતી હોવાથી સ્થાનિક સ્કૂલોને પરીક્ષાનું આયોજન કરવામાં મુશ્કેલી થઈ શકે છે. કારણ કે ઘણી સ્કૂલોમાં બોર્ડનું કેન્દ્ર અને ઘણી સ્કૂલોના શિક્ષકોને સુપરવાઇઝર તરીકેની નિમણૂક આપવામાં આવે છે. આ તમામ બાબતોને ધ્યાને લઇને ૩૧ માર્ચ પહેલા પરીક્ષા પુરી કરવી શક્ય નથી. તેથી બોર્ડે પોતાની પરીક્ષા સીબીએસઇની તારીખોની સમાંતર જ આયોજિત કરવી પડશે.૮૦ ટકા હાજરી નહીં હોય તો પરીક્ષા નહીં આપવા દેવાયબોર્ડે નિર્ણય લીધો છે કે પરીક્ષા માટે ૮૦ ટકા હાજરી ફરજિયાત છે. વિદ્યાર્થીની હાજરી ૮૦ ટકાથી ઓછી હશે તો તે ખાનગી ઉમેદવાર તરીકે પણ પરીક્ષા આપી શકશે નહીં. આ પહેલા હાજરી ૮૦ ટકાથી ઓછી હતી તેઓ ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી શકતા હતા.